આપના નેતા યોગેન્દ્ર યાદવના ચહેરા પર કાળી શાહી ચોપડી
નવી દિલ્હી, 8 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ પર કોઇએ શાહી વડે હુમલો કર્યો છે. યોગેન્દ્ર યાદવ પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. ત્યારે કોઇએ આવેને તેમના ચહેરા પર શાહી લગાવી દિધી.
ઘટના બાદ યોગેન્દ્ર યાદવે પત્રકારોને કહ્યું હતું કે હું અહી બેઠો હતો, મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કોઇએ પાછળથી આવીને મારા ચહેરા પર આ લગાવી દિધું. યોયોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે હું જાણી શક્યો નથી કે મારા ચહેરા પર શાહી લગાવી છે કે રંગ. હું તો તેનો રંગ પણ જોઇ શક્યો નથી આ વાદળી છે કે કેવો છે? જ્યારે તમે રાજકારણને બદલવા માટે નિકળો છો આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. હું બિલકુલ શરમ અનુભવતો નથી, હું કહીશ કે જેને મારી સાથે આ કર્યું છે, ભગવાન તેને સંતુષ્ટિ આપે.
યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ફરી એકવાર આમ આદમી પાર્ટીની સાથે આ થયું છે. તેમણે કોઇ પણ આરોપ લગાવવાની મનાઇ કરી દિધી, યોગેન્દ્ર યાદવ અનુસાર હું જેના વિશે કંઇપણ જાણતો નથી, તેના વિશે હું કોઇપણ ટિપ્પણી કેવી રીતે કરી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગેન્દ્ર યાદવ પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર કોઇએ શાહી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આપ કાર્યકર્તાઓમાં રોષ છે, તે 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યાં છે. હમણાં થોડા દિવસો પહેલાં સહારા ચીફ સુબ્રત રોયના ચહેરા પર પણ સુપ્રીમ કોર્ટ બહાર ગ્વાલિયરના મનોશ શર્મા નામના વ્યક્તિએ શાહી ફેંકી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
