Delhi News : CM કેજરીવાલના પ્રસ્તાવને મંજૂરી, આ બે મંત્રીને સોંપાયો વધારાનો હવાલો
Delhi News : દિલ્હી સરકારે CM અરવિંદ કેજરીવાલના મંત્રી કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને વધારાનો પોર્ટફોલિયો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
Delhi News : દિલ્હી સરકારના બે મંત્રી મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાં બાદ કેજરીવાલ સરકારે તેમના વિભાગોને બીજાને સોંપ્યો હતો. જે બાદ કેબિનેટમાં ફેરબલદ કરવાની અફવાને સંપૂર્ણ રીતે અફવા સાબિત થઇ છે. મનિષ સિસોદિયાએ નાણા વિભાગના મંત્રી કૈલાશ ગહલોતને સોંપવામાં આવ્યો છે. આવામાં દિલ્હી સરકારના બજેટ આ વર્ષે કૈલાશ ગહલોત રજૂ કરશે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારના મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને વધારાનો પોર્ટફોલિયો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પોર્ટફોલિયોનું વિતરણ
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ મંત્રી કૈલાશ ગેહલોતને નાણાં, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને જળ વિભાગો આપવામાં આવ્યા છે. જ્યારે મંત્રી રાજ કુમાર આનંદને શિક્ષણ, જમીન અને મકાન, તકેદારી, સેવાઓ, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગનો કારભાર આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે મંત્રી સત્યેન્દ્ર જૈને પણ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંજૂરી આપી હતી. કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈની કસ્ટડીમાં લેવામાં આવ્યા, બાદ સિસોદિયાએ રાજીનામું આપ્યું હતું, જ્યારે સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા નવ મહિનાથી જેલમાં છે.
આ પહેલાથી જ સ્પષ્ટ હતું કે, બંને જૂના મંત્રીઓના ખાતા મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજ કુમાર આનંદને સોંપવામાં આવશે, પરંતુ એવા અહેવાલો પણ હતા કે, કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. આ સાથે સૌરભ ભારદ્વાજ અને આતિષીના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
