Delhi-NCR Pollution : દિલ્હીની હવા હજૂ પણ ખૂબ જ ખરાબ, AQI 352 પર પહોંચ્યો

હાલમાં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર એનસીઆર પ્રદૂષણની લપેટમાં છે, જેના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે.

Delhi-NCR Pollution : દિલ્હીની હવા આજે પણ ખૂબ જ ખરાબ છે. સોમવારના રોજ પણ દિલ્હીનો AQI 352 છે, જે ખૂબ જ નબળી શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ આ જાણકારી આપી છે.

આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં સુધરવાના કોઈ સંકેત દેખાતા નથી. તેથી સરકારે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ઓનલાઇન વર્ગો ચાલુ રહેશે. એટલું જ નહીં આ સમયે સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે અને શહેરમાં બિનજરૂરી ચીજવસ્તુઓ લાવતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને શું આ પ્રતિબંધ આ સપ્તાહે પણ લાગુ રહેશે કે કેમ, દિલ્હી સરકાર આજે તેની સમીક્ષા કરશે. આથી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

નોંધનીય છે કે, હાલમાં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર એનસીઆર પ્રદૂષણની લપેટમાં છે, જેના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે, પરંતુ જો પવન તેની ગતિને વેગ નહીં આપે તો પ્રદુષણમાં વધારો થશે. જો કે, સફરના સ્થાપક-પ્રોજેક્ટ ડિરેક્ટર ગુફરન બેગે કહ્યું હતું કે, આ અઠવાડિયે હવાની ગુણવત્તામાં સુધારો થશે.

રવિવારે મુખ્ય શહેરોનો AQI રેકોર્ડ

રવિવારે મુખ્ય શહેરોનો AQI રેકોર્ડ

  • ગુરુગ્રામમાં AQI 350
  • લખનઉનો AQI 239
  • ફરીદાબાદમાં AQI 342
  • ગાઝિયાબાદમાં AQI 361
  • ગ્રેટર નોઈડામાં AQI 348
  • મુરાદાબાદમાં AQI 341
  • આગ્રામાં AQI 347
  • જયપુરમાં AQI 283
ખાસ વાતો

ખાસ વાતો

  • PM10 અથવા પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે, જે હવામાં હાજર નક્કર કણો અને પ્રવાહી ટીપાંનું મિશ્રણ છે.
  • AQI એ વાયુ પ્રદૂષણના સ્તરને દર્શાવવા માટે સરકારી એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સંખ્યા છે.
દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ

દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય રાજધાનીમાં સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીની રાજ્ય સરકારે રાજ્યમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે, જેટ્રકો બિન-આવશ્યક ચીજવસ્તુઓ લઈને દિલ્હી આવી રહી છે.

તેને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, જેથી રાજ્યમાં પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય. દિલ્હી સરકારેનિર્ણય લીધો છે કે, 26 નવેમ્બર સુધી બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

નોંધનીય છે કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. SAFAR અનુસાર, દિલ્હીનો AQI 352 છે, જે ખૂબ જ નબળો છે. આ જ કારણ છે કે, દિલ્હીસરકાર સતત એક બાદ એક નિર્ણયો લઈ રહી છે. જેથી કરીને રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઓછું કરી શકાય.

પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 21નવેમ્બરના રોજ દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પરના પ્રતિબંધને વધુ લંબાવ્યો, આ પ્રતિબંધ 26 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X