Delhi MCD Election : દિલ્હી એમસીડી માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર, આજે નડ્ડા અને રાજનાથ કરશે રોડ શો
Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે.
Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે. ઉમેદવારી પરત ખેંચવા તેમજ ચૂંટણી માટે ચિહ્ન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર 02 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાક સુધી કરી શકાશે.

ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી એમડીસી ચૂંટણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલા નેતાઓની મોટી ટીમને મેદાનમાં ઉતારી છે. ભાજપના આ નેતા રવિવારના રોજ (20 નવેમ્બર) સમગ્ર દિલ્હીમાં 14 રોડ શો કરશે. આ રોડ શોને 'વિજય સંકલ્પ રોડ શો' નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના 14 દિગ્ગજ નેતાઓ આ રોડ શોનું નેતૃત્વ કરશે.
વિજય સંકલ્પ રોડ શો નું નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ સાથે કેન્દ્રીય સંરરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી એમએલ ખટ્ટર, કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ, રાજ્યમંત્રી મીનાક્ષી લેખી ઉપરાંત હરદીપ સિંહ પુરી અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ભાજપના આ રોડ શોમાં શામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધુરી, ગૌતમ ગંભીર, મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ નિરહુઆ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ રવિવારના રોજ સાંજે શરૂ થનારા વિજય સંકલ્પ રોડ શો માં ભાગ લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
