ગુજરાતનો વૃદ્ધિ દર ઘટ્યો, બિહાર સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય

યોજના આયોગના આંકડા અનુસાર 2001-2005ના સમયગાળા દરમિયાન બિહાર સૌથી ધીમી ગતિએ આગળ વધતું રાજ્ય હતું અને તેનો વૃદ્ધિ દર 2.9 ટકા હતો. 2006 થી 2010 દરમિયાન તેનો વૃદ્ધિ દર 10.9 ટકા પહોંચી ગયો છે. જેથી હવે તે બિમાર રાજ્ય રહ્યું નથી. તો બીજી તરફ ગુજરાત 2001 થી 2005 દરમિયાન 11 ટકાના વૃદ્ધિ દર સાથે તે સૌથી આગળ હતું. પરંતુ 2006 થી 2010 દરમિયાન તેનો વૃદ્ધિ દર ઘટીને 9.3 ટકા પર આવી ગયો છે. વૃદ્ધિ દરના મામલામાં તે બિહાર સિવાય અન્ય ચાર રાજ્યો છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાથી પાછળ રહી ગયું છે.
રસપ્રદ તથ્ય એ છે કે ઝડપથી વિકાસ પામી રહેલા 17 રાજ્યોમાં ગુજરાત એકમાત્ર એક રાજ્ય છે જેનો વૃદ્ધિ દર ઘટ્યો છે. આ સમયગાળામાં છત્તીસગઢનો વૃદ્ધિ દર 7.7 ટકાથી 10 ટકા પર પહોંચી ગયો છે. હરિયાણાનો વૃદ્ધિ દર 8.4 ટકાથી 9.7 ટકા પર પહોંચી ગયો જ્યારે મહારાષ્ટ્રનો વૃદ્ધિ દર 8.2 ટકાથી વધીને 9.6 ટકા તથા ઓરિસ્સાનો વૃદ્ધિ દર 7.8 ટકાથી વધીને 9.4 ટકા થઇ ગયો છે. 11મી યોજનાના સમયગાળામાં ટોપ ફાઇવ રાજ્યોનો સરેરાશ વૃદ્ધિ દર 9.10 ટકા રહ્યો છે. 10મી યોજનાના સમયગાળામાં આ 7 ટકા અને નવમી યોજનાના સમયગાળામાં 5 ટકા હતો.
નીચલા પાંચ રાજ્યોનો 11મી યોજનાના સમયગાળામાં સરેરાશ વૃદ્ધિ દર 8.58 ટકા, જ્યારે 10મી યોજનાના સમયગાળામાં 6.76 ટકા અને નવમી યોજનાના સમયગાળામાં 4.12 ટકા હતો. 2004-2005 થી 2011-12ના સમયગાળામાં ગ્રામીણ વિસ્તારોના વપરાશમાં 300 ટકાનો વધારો થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
