આપની પ્રથમ વિકેટ પડી, બિન્નીને તગેડી મૂકાયા
નવી દિલ્હી, 27 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીમાંથી તગેડી મૂકવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીનું બાગી વલણ યથાવત છે. વિનોદ કુમાર બિન્ની સોમવારથી પહેલાંથી જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર જંતર-મંતર પર અનિશ્ચિતકાળના અનશન કરશે. વિનોદ કુમાર બિન્નીએ લગભગ એક અઠવાડિયા પહેલાં જ એલાન કરી દિધું હતું. બિન્નીએ દિલ્હી સરકારને 25 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે આ સમય મર્યાદામાં સરકાર જનતાના વાયદા પૂરા કરે. આમ ન કરવામાં આવતાં તે 27 જાન્યુઆરીથી જંતર મંતર પર અનિશ્વિતકાળના અનશન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પોતાના બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની પર કડક કાર્યવાહી કરતાં પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. 'આપ'ની અનુશાસન સમિતિએ બિન્નીને પાર્ટીમાં તગેડી મૂક્યા છે. બિન્ની લક્ષ્મી નગર વિસ્તારમાંથી ધારાસભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના રોજ બિન્નીએ અરવિંદ કેજરીવાલના વિરૂદ્ધ મોરચો ખોલીને પાર્ટીના મુદ્દાથી ભટકી જવાનો આરોપ લગાવ્યો હતો.

આપના અનુસાર બિન્નીના મુદ્દે અનુશાસન સમિતિને 19 જાન્યુઆરીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકની અધ્યક્ષતા પંકજ ગુપ્તાએ કરી હતી. આ કમિટીમાં પંકજ ઉપરાંત આશીષ તલવાર, ઇલ્યાસ આઝમી, યોગેન્દ્ર યાદવ અને ગોપાલ રાય છે. સમિતિએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરોધી ગતિવિધિઓના લીધે બિન્નીને આપમાંથી કાઢી મૂકવામાં આવે છે. બિન્નીને પણ સૂચના આપવામાં આવી છે. બિન્નીના બહાને આમ આદમી પાર્ટી અન્ય બાગીઓને પણ સંદેશ આપવા માંગે છે કે પાર્ટી વિરોધી કોઇપણ ગતિવિધિઓને સહન નહી કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
