AK-203 Assault Rifles : જાણો AK 47 ના નવા અવતારની વિશેષતા
ભારત માટે ટૂંક સમયમાં રશિયા પાસેથી 70,000 AK 203 એસોલ્ટ રાઇફલ્સ મેળવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. AK સિરીઝની પ્રખ્યાત એસોલ્ટ રાઇફલ્સમાં આ એક અત્યંત અદ્યતન હથિયાર છે.
નવી દિલ્હી : ભારત માટે ટૂંક સમયમાં રશિયા પાસેથી 70,000 AK 203 એસોલ્ટ રાઇફલ્સ મેળવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. AK સિરીઝની પ્રખ્યાત એસોલ્ટ રાઇફલ્સમાં આ એક અત્યંત અદ્યતન હથિયાર છે અને આગામી વર્ષોમાં તે ભારતીય સેનાના સૈનિકોનું મૂળભૂત હથિયાર બનશે. કેન્દ્રીય સુરક્ષા દળો પણ આ જ સિરીઝની એસોલ્ટ રાઇફલોથી સજ્જ હશે. મહત્વની વાત છે કે, મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં લગભગ 7 લાખ AK 203 એસોલ્ટ રાઇફલ્સનું નિર્માણ થવાનું છે, જે સસ્તી અને 100 ટકા સચોટ પણ હશે. AK 47 ના આ નવા અવતારની વિશેષતાઓ વિશે થોડુ વધુ જાણીએ.


AK 47 ના નવા અવતારની વિશેષતા શું છે?
AK સિરીઝની રાઇફલની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ક્યારેય જામ થતી નથી. તે કોઈપણ મુશ્કેલ આબોહવાની પરિસ્થિતિઓમાં પણ અસરકારક રહે છે, એ પછીતે રેતાળ મેદાનો હોય કે માટીથી ભરેલા વિસ્તારો હોય અથવા જળ ભરાયેલા વિસ્તારો હોય. AK 203 એસોલ્ટ રાઇફલ આ ક્ષેત્રના સુપ્રસિદ્ધ AK 47નો અત્યાધુનિકઅવતાર છે.
જ્યારે તે ભારતીય સેના માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ થશે, ત્યારે એ જવાનોનું મૂળભૂત શસ્ત્ર હશે. આ એસોલ્ટ રાઇફલ કેન્દ્રીય સુરક્ષા દળોને પણ આપી શકાયછે. આ અત્યાધુનિક એસોલ્ટ રાઇફલ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેનો બટસ્ટોક ફોલ્ડિંગ અને એડજસ્ટેબલ છે અને તેનો ઉપયોગ પોતાની સગવડતા મુજબકરી શકાય છે. તેમાં નાટો ગ્રેડ 7.62 એમએમ ગોળી વપરાય છે, જે આ રાઇફલને ખૂબ શક્તિશાળી અને ઘાતક બનાવે છે.

1 મિનિટમાં 600 ગોળીઓ ચલાવવાની ક્ષમતા
AK 203 એસોલ્ટ રાઇફલનું મેગેઝિન 30 બુલેટ લોડ કરી શકે છે અને 100 ટકા ચોકસાઈ સાથે 400 મીટર સુધીની રેન્જને અસરકારક રીતે ફાયર કરી શકે છે. તેINSAS રાઇફલ કરતા હળવી છે. તેમાં અન્ડરબ્રેલ ગ્રેનેડ લોન્ચર પણ ફીટ કરી શકાય છે અને બેયોનેટ સાથે પણ ફીટ કરી શકાય છે.
સૌથી અગત્યની બાબત એ છેકે, તેને ત્વરિત અલગ પાડી શકાય છે અને તેમાં સાયલેન્સરમાં પણ ઉમેરી શકાય છે. આ એક એવી રાઇફલ છે જે એક મિનિટમાં 600 ગોળીઓ એટલે કે દરેક સેકન્ડમાં10 ગોળીઓ ચલાવી શકે છે. તેનો ઉપયોગ ઓટોમેટિક અને સેમીઓટોમેટિક મોડમાં થઈ શકે છે.

આ રાઇફલ વાપરવા માટે સરળ અને કિંમતમાં સસ્તી
AK 203 એસોલ્ટ રાઇફલ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, તેનો ઉપયોગ કરવો સરળ, વિશ્વસનીય અને પ્રમાણમાં સસ્તી છે. આ રાઇફલ સૌપ્રથમ વર્ષ2010માં વિકસાવવામાં આવી હતી. શરૂઆતમાં તેનું નામ AK 103M રાખવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 2018માં તેનું નામ AK 203 રાખવામાં આવ્યું છે.
તેનેસૌપ્રથમ 2009-11માં રશિયાની કલાશ્નિકોવ કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, ત્યારબાદ તેને 2016-18માં સુધારા સાથે ડિઝાઇન કરવામાં આવી હતી. તેનીબેરલની લંબાઈ 415 mm છે. તેની સાઇટ રેન્જ 800 મીટર સુધી છે.

અંદાજિત કિંમત 5,125 કરોડ રૂપિયા
વિશ્વસનીયતા હંમેશા રશિયન AK સિરીઝની એસોલ્ટ રાઇફલોની મુખ્ય લાક્ષણિકતા રહી છે અને આ જ આ રાઇફલને લાગુ પડે છે. ભારતમાં કલાશ્નિકોવ એસોલ્ટરાઇફલ્સના ઉત્પાદનને લઇને ભારત અને રશિયા વચ્ચે કેટલાક મતભેદો હતા, જે તાજેતરમાં ઉકેલાઇ ગયા છે અને ભારતમાં 6.7 લાખથી વધુ રાઇફલ્સ બનાવવાનોમાર્ગ મોકળો થયો છે.
તેનું નિર્માણ ઇન્ડો-રશિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કરશે. આ માટે ટેકનોલોજીનું ટ્રાન્સફર રશિયાથી ભારતમાં કરવામાં આવશે. તેનાનિર્માણ પર લગભગ 5,125 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
