નવી દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા

દેશની રાજધાની દિલ્હી આવેલી સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક પોલીસ અને જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી આવેલી સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક પોલીસ અને જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

four storey building collapsed

પોલીસના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર અનેક મજૂરો મજૂરી કામ કરી રહ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આઠ ફાયર ટેન્ડર્સને દુર્ઘટના સ્થળે દોડી આવ્યા છે અને અધિકારીઓને સાંકડી ગલીઓના કારણે ભારે મશીનરીના પરિવહનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાટમાળ નીચે બે બાળકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં બચાવ કામગીરી સ્થાનિક લોકો દ્વારા જાતે હાથ ધરવામાં આવી રહી છે.

આ કાટમાળ નીચે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બચાવ કામગીરી હજૂ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X