5 વર્ષની બાળકી પર 2 દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર

પાંચ દિવસ બાદ બાળકીના રડવાનો અવાઝ સાંભળીને તેને રૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી. જો કે હાલ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે, તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે.
રવિવારે સાંજે બાળકી રમતાં-રમતાં ગાયબ થઇ ગઇ હતી. પરિવારજનોએ તેની ઘણી શોઘખોળ કરી હતી પરંતુ કોઇ ખબર અંતર મળ્યા ન હતા. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો તે બેહોસ હાલતમાં પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક પહેલા માળે રહેનાર બાળકીને ફોસલાવી-પટાવીને ભોંયતળિયાવાળા રૂમમાં લઇ ગયો હતો અને પછી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
ગત ચોવીસ કલાકમાં દિલ્હીમાં ત્રણ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. ન્યૂ અશોક નગર વિસ્તારમાં ત્રણ યુવકોએ સ્કૂલ જઇ રહેલી 15 વર્ષની બાળકી સાથે ગેંગરેપ ગુજાર્યો હતો. બીજી તરફ નાનકપુરામાં નેપાળી મૂળની છોકરી ઓવરબ્રિજ પાસે અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી અને તેની સાથે પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
