દિલ્હી : 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને મહિલા સાથે ગેંગરેપ

rape
નવી દિલ્હી, 22 ડિસેમ્બર: પશ્વિમી દિલ્હીમાં એક પ્લે સ્કૂલમાં ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ધટનાને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે સ્કૂલના આચાર્ય વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગત સોમવારે પશ્વિમી દિલ્હીના સાગરપુર વિસ્તારમાં સ્કૂલ માલિકના પતિએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ ઘટના બે દિવસ પછી પ્રકાશમાં આવી છે. આ ધટના બાદ બાળકી બિમાર પડી ગઇ હતી. તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ભરતી કરી હતી જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

આરોપીઓની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રી કિરણ વાલિયાએ સ્થિતીની સમીક્ષા બાદ દિલ્હી બાળ અધિકાર સંરક્ષણ આયોગ પાસે કાર્યવાહી શરૂ કરવાનું કહ્યું છે. આયોગે પોલીસને ભલામણ કરી છે કે આગામી આદેશ સુધી સ્કૂલ બંધ રાખવામાં આવે અને 24 ડિસેમ્બર સુધી આયોગ સમક્ષ આ સંબંધી રિપોર્ટ રજૂ કરવામાં આવે.

તો બીજી તરફ રાજધાનીના વેલકમ વિસ્તારમાં ત્રણ લોકોએ 40 વર્ષીય એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. ચાર બાળકોની માતા સાથે આ ઘટના એક ભાડાના મકાનમાં ઘટી હતી. પોલીસે કહ્યું હતું કે એક આરોપી ગફ્ફાર (46)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.

પોલીસે એક ફરાર આરોપીની ઓળખ આલમ (46) તરીકે કરી છે. પીડીત મહિલા લગભગ 15 દિવસથી ભાડાના મકાનમાં રહેતી હતી, જ્યારે તેનો પરિવાર ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં રહે છે. પોલીસ સુત્રોના અનુસાર આરોપીઓએ પીડિતના ધરમાં ઘૂસી અને તેને કામોત્તેજક પીણું પીવા પર મજબૂર કરી અને પછી બળાત્કાર ગુજાર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X