Punjab News : પંજાબ સરકાર આપશે પૂર પ્રભાવિતોને વળતર, CM ભગવંત માને કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
હાલ ભારે વરસાદને કારણે પંજાબમાં ભારે તારાજી સર્જાઇ છે. આ વચ્ચે માન સરકાર પૂર પ્રભાવિતોના બચાવ અને સહાય માટે સતત કાર્ય કરી રહી છે.

પંજાબ સરકાર હવે છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ કરશે. આ સંદર્ભમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં ભારે અને અવિરત વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનની સરકાર વળતર આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર રાજ્યમાંથી નિયમિત અપડેટ લઈને દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પંજાબના જિલ્લાઓમાં જળસ્તર અને રાહતના પગલાં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયમિત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ ગંભીર સંકટની ઘડીમાં લોકોને મદદ કરવી એ સરકારની ફરજ છે અને આ ઉમદા હેતુ માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં છેવાડાના વ્યક્તિ સુધી પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ડેમ સુરક્ષિત છે અને પાણી ખતરાના નિશાનથી નીચે વહી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બુધવાર સાંજ સુધીમાં રાજ્યમાં દરેક રીતે સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરશે.
આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પહેલાથી જ તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં છે અને ગંભીર સંકટની આ ઘડીમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. પાણીના સ્તરમાં વધારો થવાથી લોકોના જીવન અને સંપત્તિને સુરક્ષિત રાખવા માટે એક વિસ્તૃત મિકેનિઝમ મૂકવામાં આવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
