ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ જામશે, જેની સત્તાવાર જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે કુલ 9,992 બેઠકો માટે આગામી 26 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ તેમજ 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં EVM દ્વારા વોટિંગ કરવામાં આવશે. આ જાહેરાત થતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલી બની ગઈ છે.

નવા OBC અનામત નિયમો સાથે યોજાનારી આ પ્રથમ મોટી ચૂંટણીમાં અંદાજે 4.18 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ચૂંટણીના સમયપત્રક મુજબ 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ફોર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ રહેશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 13 એપ્રિલે અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ નક્કી કરાઈ છે.
મતદાન 26 એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને જો જરૂર જણાશે તો 27 એપ્રિલે પુનઃ મતદાન યોજવામાં આવશે. તમામ બેઠકોના પરિણામો અને મતગણતરીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
આ વખતે 15 મનપાની 1044 બેઠકો અને 84 નગરપાલિકાઓની 2624 બેઠકો પર રસાકસી જામશે, જેમાં 7 નવી નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. પંચાયત સ્તરે 34 જિલ્લા પંચાયતોની 1090 અને 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકો માટે જંગ ખેલાશે.
સીમાંકન અને રોટેશનના ફેરફારો બાદ યોજાનારી આ ચૂંટણી 17 ફેબ્રુઆરીની નવી ડ્રાફ્ટ યાદી અને SIR ડ્રાફ્ટ યાદી મુજબ આધારિત રહેશે. નોંધાયેલા કુલ 4.40 કરોડ મતદારો પૈકી 4.18 કરોડથી વધુ નાગરિકો આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા લાયક ઠર્યા છે.
મતદારોની વિગતોમાં 2.16 કરોડ પુરુષો અને 2.02 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ વિવિધ કક્ષાની પંચાયતો અને પાલિકાઓમાં મતદાન કરશે. મનપા અને નગરપાલિકા વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાશે.
-
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
હવે જમીનના દસ્તાવેજો માટે મહિનો રાહ નહીં જોવી પડે, સરકારે નોટીસનો ટાઈમ ઘટાડ્યો












Click it and Unblock the Notifications
