પંજાબઃ લુધિયાણાની હોઝીયરી ફેક્ટરીમાં આગ લાગતા ચારના મોત
પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે.
પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે. મંગળવારે સવારે એક હોઝીયરી કારખાનામાં આગ લાગી ગઈ. આગની ઘટના સવારે 4 વાગે બની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી માલુમ પડી શક્યુ નથી.

લુધિયાણામાં એક હોઝીયરી કારખાનામાં બુધવારે સવારે આગ લાગી ગઈ. આગ સવારે લગભગ 4 વાગે લાગી. જેની ચપેટમાં આવવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આ પહેલા પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે. સોમવારે મોડી રાતે મધ્યપ્રદેશના બુઢનપુર સ્થિત પાકીજા મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 7 લોકો ઘાયલ થયા હતા. આગની જવાળાઓ એટલી ભયાનક હતી કે તેના પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ બોલાવવી પડી હતી.
Punjab: 4 dead after fire broke out at a hosiery factory in Kalyan Nagar in Ludhiana at around 4 am today. Fire has been doused. pic.twitter.com/GmiwoyRyHU
— ANI (@ANI) 10 October 2018
ગયા બુધવારે કોલકત્તા મેડીકલ કોલેજમાં આગ લાગવાથી અફડા તફડી મચી ગઈ હતી. સવારે 8 વાગે જ્યારે બિલ્ડિંગમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો ત્યારે ફાયરબ્રિગેડને ફોન કરી બોલાવવામાં આવ્યા. સેન્ટ્રલ કોલકત્તામાં સ્થિત આ કોલેજ અને હોસ્પિટલમાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
