ગુજરાત ઈચ્છે છે પરિવર્તન, ભાજપના 27 વર્ષોના કુશાસન સામે અમે મજબૂતીથી લડીશુઃ રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી(AAP)ના યુવા નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં નિવેદન આપ્યુ છે.
અમદાવાદઃ આમ આદમી પાર્ટી(AAP)ના યુવા નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં નિવેદન આપ્યુ છે. ચઢ્ઢાએ કહ્યુ કે હવે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. અમે અહીં ભાજપના 27 વર્ષના કુશાસન સામે મજબૂત લડત આપવા તૈયાર છીએ. ચઢ્ઢાએ આ વાત ત્યારે કરી છે જ્યારે આમ આદમી પાર્ટી(AAP) હાઈકમાન્ડ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરી રહી છે અને એવા અહેવાલો છે કે પંજાબની જેમ ગુજરાતમાં પણ ચઢ્ઢા મહત્વની ભૂમિકા ભજવશે.

ગુજરાત પરિવર્તન ઈચ્છે છેઃ રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, પાર્ટી જે પણ જવાબદારી આપે તે માટે હું તૈયાર છુ. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા વન ઈન્ડિયાએ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતના મુખ્ય સૂત્રધાર અને પંજાબના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પણ મોટી જવાબદારી સોંપવામાં આવશે. જો કે, રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સાંસદ છે. તેમણે દિલ્લી અને પંજાબમાં મહત્વના હોદ્દા પર કામ કર્યુ છે. તેઓ એક કાર્યક્ષમ રાજકારણી અને પ્રશાસક ગણાય છે. તેઓ અરવિંદ કેજરીવાલના નજીકના નેતાઓમાંના એક છે.

પાર્ટી મોટો દાવ લગાવવા જઈ રહી છે
રાજકારણીઓના મતે, આમ આદમી પાર્ટીની રણનીતિ એવી છે કે ગુજરાતના યુવા મતદારોને વહેંચાઈ ન જાય અને તેમનુ સંપૂર્ણ સમર્થન મળે તેથી પાર્ટી હવે તેમના યુવા નેતાને ગુજરાતમાં મોકલશે. ગુજરાત રાજ્યમાં પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 20થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તાબડતોડ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ મહિને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ અહીં હતા. હવે તેમની પાર્ટી યુવા મતદારો માટે ફરી એક મોટો દાવ લગાવવા જઈ રહી છે.

આ વર્ષ થવાની ગુજરાત ચૂંટણી
AAPના ઘણા કાર્યકરો માને છે કે યુવા સાંસદ રાઘવની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો અને યુવાનો વચ્ચે એક સંદેશ જશે. રાઘવ ચઢ્ઢાના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વેગ મળશે. એટલા માટે આમ આદમી પાર્ટી જોરશોરથી તેમને અહીં ઉતારવાની તૈયારી કરી રહી છે. યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય આ ચહેરાને ગુજરાતમાં મોટી જવાબદારી મળી શકે છે. રાજકીય નિષ્ણાતોનુ કહેવુ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી(AAP) પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચઢ્ઢા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
