Droupadi Murmu Unknown Facts: શાકાહારી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, કરે છે શિવની પૂજા, પીવે છે હળદરવાળુ દૂધ
આજનો દિવસ સમગ્ર ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે એક આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. આવો જાણીએ તેમના વિશે અજાણી વાતો..
નવી દિલ્લીઃ આજનો દિવસ સમગ્ર ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે એક આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે અને તે મહિલા છે દ્રૌપદી મુર્મૂ. જેમની કહાની સાંભળી દરેકના રૂંવાટા ઉભા થઈ જશે. પોતાના બે યુવાન પુત્રો અને પતિને ગુમાવ્યા પછી જો તેમની જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો તે કાં તો ભાંગી પડી હોત પરંતુ દ્રૌપદી મુર્મૂએ માત્ર પોતાને સંભાળી લીધા, એટલુ જ નહિ પરંતુ તેમણે સમાજના સંચાલન, સુધારણા અને સંવર્ધનની જવાબદારી પણ લીધી.

છાત્રોના મનપસંદ શિક્ષક રહ્યા છે દ્રૌપદી મુર્મૂ
તમને જણાવી દઈએ કે તેમના પરિવારના સભ્યોએ તેમના સંઘર્ષ અને પીડા મીડિયા સાથે શેર કર્યા છે. ઓરિસ્સામાં એક સ્થાનિક ચેનલ સાથે વાત કરતી વખતે તેમની પૌત્રી સુનીતા માંઝીએ કહ્યુ કે તેને તેમના દાદી પર ગર્વ છે, તે લોકો માટે એક ઉદાહરણ છે, તમામ મુશ્કેલીઓ છતાં તેઓ હંમેશા શાંત રહે છે અને ક્યારેય ગુસ્સે કે નારાજ થતા નથી. તેણે એમ પણ કહ્યુ કે તેમના મૈત્રીપૂર્ણ વર્તનને કારણે જ તેઓ તેમના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક રહ્યા છે.

નિરંકારી શિવના ભક્ત છે રાષ્ટ્રપતિ મુર્મૂ
એક સમય એવો હતો કે જ્યારે પતિ અને પુત્રોને ગુમાવ્યા બાદ દ્રૌપદી માનસિક રીતે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. પરંતુ પોતાની જાતને વિખેરાઈ જવાથી બચાવવા માટે તેમણે ઓરિસ્સાના રાયરંગપુરમાં બ્રહ્મા કુમારી યોગ સંસ્થાનમાં જઈને આધ્યાત્મિક અભ્યાસ શરૂ કર્યો. તેઓ હજી પણ આ કરી રહ્યા છે. આજે પણ તેઓ આ સંસ્થા સાથે સંકળાયેલ છે. તેઓ શિવના ભક્ત છે અને તે નિરંકારી શિવને પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજે છે અને સંયોગ જુઓ કે શ્રાવણ મહિનામાં જ તેઓ રાષ્ટ્રપતિ બની ગયા છે. ખાસ વાત એ છે કે દ્રૌપદી મુર્મૂ નિરંકારી શિવના પૂજારી છે.

લસણ-ડુંગળી નથી ખાતા
બ્રહ્માકુમારી યોગ સંસ્થાન સાથે જોડાયા પછી દ્રૌપદી મુર્મૂનુ જીવન ઘણુ બદલાઈ ગયુ. તેમણે માંસાહારી ખોરાક છોડી દીધો અને અત્યારે પણ તેમણે લસણ અને ડુંગળી છોડી દીધી છે. તેમની એક કડક દિનચર્યા છે. તેઓ દરરોજ સવારે વહેલા ઉઠે છે, સ્નાન કર્યા પછી અને તેમના નિરંકારી શિવને યાદ કરીને વૉક અને યોગ કરે છે.

પીવે છે હળદરવાળુ દૂધ
તેમના નાસ્તામાં દલિયાનો સમાવેશ થાય છે. રાત્રે તેઓ નિયમિતપણે હળદરવાળુ દૂધ લે છે. તેમના પરિવારના સભ્યોએ પણ જણાવ્યુ કે દ્રૌપદી મુર્મુ પોતે ખૂબ જ સારા રસોઈયા છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.

રાજકીય જીવન
વ્યવસાયે શિક્ષક મુર્મૂએ વર્ષ 1997માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતી. આ પછી તેઓ ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ બન્યા. 2000 અને 2009માં તેઓ મયુરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ વચ્ચે ઓરિસ્સા કેબિનેટમાં મંત્રી પણ હતા. તેઓ ઝારખંડના રાજ્યપાલ પણ બન્યા અને વર્ષ 2022માં દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
