Arvind Kejriwal Net Worth: કેટલા કરોડના માલિક છે અરવિંદ કેજરીવાલ, પત્ની સુનીતા પાસે કેટલુ છે સોનુ, જાણો બધુ
Arvind Kejriwal Net Worth: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. પહેલા ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરી અને પછી ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા હતા.
દિલ્લીના સીએમ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેજરીવાલની સંપત્તિને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે કેજરીવાલની કુલ સંપત્તિ કેટલી છે?

કેજરીવાલની કુલ સંપત્તિ 3.44 કરોડ રૂપિયા છે. તેમની પાસે 12 હજાર રૂપિયા અને પત્ની પાસે 9 હજાર રૂપિયા રોકડા છે. પરિવારના 6 બેંક ખાતા છે. જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. 2020ના એફિડેવિટ મુજબ કેજરીવાલના પત્ની સુનીતા પાસે 32 લાખ રૂપિયાનું 320 ગ્રામ સોનું અને 40 હજાર રૂપિયાની કિંમતનું એક કિલો ચાંદી હતું. પત્નીના નામે 15.31 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે. પત્નીના નામે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે.
અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલના નામે એક કરોડ રૂપિયાનો આલીશાન બંગલો પણ છે. તે ગુરુગ્રામ, હરિયાણામાં આવેલો છે. આ ઘર વર્ષ 2010માં લગભગ 60 લાખ રૂપિયાની કિંમતે ખરીદાયું હતું. જેની કિંમત 2020માં એક કરોડની આસપાસ પહોંચી ગઈ હતી. અરવિંદ કેજરીવાલની કોઈ બેંકમાંથી લોન ચાલતી નથી. તેમની પત્નીના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં 13 લાખ રૂપિયા જમા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
