Gujarat News: 8 સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરશે 5 નવા વિધેયક
Gujarat Assembly session 2025: 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર કુલ 5 નવા વિધેયક રજૂ કરશે. આ વિધેયકોમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ર દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી વિધાનસભા સત્રની સંભવિત કામગીરી અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજનો મુખ્ય ભાગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે કુલ 5 નવા વિધેયક રજૂ કરીને તેના પર ચર્ચા કરવામાં આવશે.
આ સત્રમાં નીચેના 5 વિધેયકો રજૂ કરાશે:
- કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025 - શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા.
- ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025 - નાણા વિભાગ દ્વારા.
- ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025 - ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા.
- ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025 - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા.
- ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025 - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા.
આ દરેક વિધેયકનો ઉદ્દેશ્ય રાજ્યના સંબંધિત ક્ષેત્રોમાં સુધારા લાવવાનો છે. 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025' દ્વારા ઔદ્યોગિક રોકાણ વધારવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કામના કલાકો સહિતની શરતોમાં સુધારા કરવામાં આવશે. આ વિધેયક તાજેતરમાં જારી થયેલા વટહુકમનું કાયદામાં રૂપાંતરણ કરશે.
બીજી તરફ, 'ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025' GST કાઉન્સિલની ભલામણોને ઝડપથી અમલમાં મૂકવા અને કેન્દ્ર તથા રાજ્યના GST કાયદા વચ્ચે એકરૂપતા જાળવવા માટે રજૂ કરાશે.
વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ન્યાયાલયો પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે 'ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025' લાવવામાં આવશે, જે કાયદાકીય નિયમોને સરળ બનાવશે.
આરોગ્ય ક્ષેત્રે, 'ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025' આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો માટે નિયમનકારી સંસ્થાનું નામ બદલીને 'બોર્ડ' ને બદલે 'કાઉન્સિલ' કરશે. જ્યારે 'ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025' રાજ્યની ક્લિનિકલ સંસ્થાઓને 2021ના કાયદા હેઠળ નોંધણી કરવા માટે વધુ વાજબી સમય પૂરો પાડશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
