ગુજરાતભરના મુખ્ય સમાચાર વાંચો સંક્ષિપ્તમાં...
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
મોદી માટે સુરતમાં બનાવાયેલી પિરામિડ કેક રચશે વિક્રમ

સુરતની એક બેકરીએ વડાપ્રધાન માટે એક વિશાળ પિરામિડ કેક બનાવી છે. બેકરીના માલિકનો દાવો કર્યો છે કે, આ કેક વિશ્વની સૌથી મોટી ઊંચી પિરામિડ કેક છે. પિરામિડ કેક બનાવનાર અતુલ બેકરીએ આ કેકને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવાનો પણ દાવો કર્યો છે. આ બેકરીએ સ્થાનિક એનજીઓ શક્તિ ફાઉન્ડેશન સાથે મળીને આ કેક બનાવી છે. શક્તિ ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્ત્રીઓના આર્થિક સસ્ત્રીકરણ માટે કામ કરે છે. આ કેક આજે વેસુ વિસ્તારના મણિબા પાર્ટી પ્લોટમાં 5000થી વધુ કન્યાઓ અને મહિલાઓની હાજરીમાં કાપવામાં આવશે. આ કેક દિવ્યાંગ કન્યાઓ કાપશે.
નવસારીમાં 30 સેકન્ડમાં 989 દીવા પ્રગટાવાવનો વર્લ્ડ રેકોર્ડ

નવસારી ખાતે ભારતના પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યાર મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ સંસ્કારી નગરી નવસારી ખાતે 30 સેકન્ડમાં લોકોએ 989 દીવા પ્રગટાવ્યા હતા અને આ પ્રકારનો ગિનિસ બુકમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ સ્પેનના નામે 500 દીપ પ્રજ્વલિત કરવાનો હતો. ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને એલીમ્કો દ્વારા નવસારી જિલ્લા વહીવટીતંત્રના સહયોગ વડે આ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
કેરોસીન લઈ જતું ટેન્કર પલટી ખાતા લોકોએ મચાવી લૂંટ

વડોદરા રિફાઈનરીમાંથી 12 હજાર લિટર કેરોસીન ભરીને ટેન્કર લઈને ટેન્કરનો ડ્રાઇવર કમલેશ પાલીતાણા જવા માટે રવાના થયો હતો. ત્યારે બપોરે ત્રણ બોરસદ રોડ સ્થિત ડભાસી ગામ પાસે પહોંચ્યો હતો ત્યારે એક ટ્રકના ચાલકે તેને ઓવરટેક કર્યો હતો. રસ્તા ઉબડ ખાબડ હોવાને લીધે ચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને તેને કારણે તેની ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. આ બનાવમાં ટેન્કરના ચાલકને ઇજાગ્રસ્ત થયો હતો. જોકે કેરોસીન ભરેલા ટેન્કરે પલ્ટી ખાધા હોવાના અહેવાલ આજુબાજુના ગામોમાં પ્રસરતા લોકો કેરોસીન ભરવા કેરબા લઇ આવી પહોંચ્યા હતા અને લૂંટ મચાવી હતી.
લીમખેડામાં ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

પ્રધાનમંત્રી લીમખેડા પોહંચી ચૂક્યા છે ત્યારે અહીં વિશેષ પ્રકારની બેઠક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ 15 કિલોથી વધુ વજનનો સમાન લઇ જવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ડોમમાં પ્રવેશ સાથે જ મેટલ ડિટેક્ટરથી ચેક થવું પડશે. આ કોઠો પાર કર્યા બાદ ફરી બે વખતે અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને સંતોષ થશે તો જ સભામાં બેસવા દેવામાં આવશે. વધુમાં ડોમ અને હેલીપેડના ફરતે ઘોડશ્વાર પોલીસ પણ સતત ફરતી રહે તેવું આયોજન કરાયું છે. અને બેઠક વ્યવસ્થામાં પણ આગળના ભાગે બહેનો બેસશે તેમજ પાછળની લાઇનમા પુરુષો તેમ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત પોસ્ટર: ભૂલ સુધારી મુખ્યમંત્રીથી બન્યા મોદી વડાપ્રધાન!

સુરતમાં, સુરત ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના આગમન માટે શુક્રવારે શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો કે બેનરમાં વડાપ્રધાનના બદલે મુખ્યમંત્રી લખતા સોશ્યલ મીડિયા પર સુરત મહાપાલિકા અને સુરત ભાજપની ફેજતી ઉડી હતી. જે બાદ સુરત ભાજપે પોતાની ભૂલ સુધારી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
