Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ નોંધોય છે.

કડી - 97 મીમી
સતલાસણા - 94 મીમી
મહેસાણા - 74 મીમી
ખેરાલુ - 65 મીમી
વિસનગર - 63 મીમી
જોટાણા - 54 મીમી
ઊંઝા - 52 મીમી
વડનગર - 50 મીમી
બહુચરાજી - 45 મીમી
વિજાપુર - 33 મીમી
રાજ્યના આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
8 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 102.89% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89% જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 106.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34%, સૌરાષ્ટ્રમાં 91.29% અને દક્ષિણમાં 107.99% જેટલો વરસાદ નોધાયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
