PM મોદી આજે અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનુ કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રંટની સુંદરતાને લાગશે ચાર ચાંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ફૂટ-ઓવર બ્રિજનુ ઉદ્ઘાટન કરશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ફૂટ-ઓવર બ્રિજનુ ઉદ્ઘાટન કરશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની સાથે અમદાવાદના પ્રખ્યાત પર્યટન સ્થળ સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો છે. આ ફૂટ ઓવર બ્રિજના ઉદ્ઘાટન બાદ સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં વધુ વધારો થશે.

પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. આ 300 મીટરનો પુલ સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુઓને જોડે છે. આ ફૂટ ઓવર બ્રિજ પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. બ્રિજની ડિઝાઇન ખૂબ જ અદ્વિતીય છે. આ ફૂટ ઓવર બ્રિજ ટેકનિકલ અને ડિઝાઇન બંને દૃષ્ટિકોણથી ઉત્તમ છે. તે નદીની સાથે શહેરની સ્થિતિમાં પણ વૃદ્ધિ કરશે. આ ઉપરાંત રવિવારે વડાપ્રધાન કચ્છના અંજાર શહેરમાં 'વીર બાલક સ્મારક'નુ ઉદ્ઘાટન કરશે.
26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપના પરિણામે, ગુજરાતના કચ્છના અંજાર શહેરમાં એક રેલીમાં ભાગ લેતી વખતે 185 શાળાના બાળકો અને 20 શિક્ષકો નજીકની ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. આ દૂર્ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર બનીને તૈયાર છે અને વડાપ્રધાન તેનુ ઉદ્ઘાટન કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
