PM Modi : વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ, સમજાવી ધર્મનિરપેક્ષતાની સાચી વ્યાખ્યા
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનના પોતાના ગૃહ રાજ્યમાં સૌથી પહેલા અખીલ ભારતીય પ્રથમિક શિક્ષક મહાસંઘના 29મા દ્વિવાર્ષિક સમ્મેલનમાં ભાગ લીધો હતો.
જે બાદ વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરમાં લગભગ 4,400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ પર કર્યો કટાક્ષ - PMએ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા. PMએ જણાવ્યું હતું કે, અમારી સરકાર લાભો આપતી વખતે ધર્મ કે જાતિને જોતી નથી અને આ જ વાસ્તવિક ધર્મનિરપેક્ષતા છે. વર્ષ 2014 પછી કોંગ્રેસની જેમ અમે ગરીબોના ઘરને માત્ર પાકી છત સુધી સીમિત ન રાખ્યું, પરંતુ અમે ઘરને ગરીબી સામેની લડાઈનો મજબૂત પાયો બનાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકાર પોતે આ યોજનાના તમામ લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. આ અભિગમથી મોટા પાયે ભ્રષ્ટાચાર અને ભેદભાવનો અંત આવ્યો છે. PM એ જણાવ્યું હતું કે, અમારી સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે જાતિ કે ધર્મને જોતી નથી. કારણ કે, મને લાગે છે કે, જ્યાં કોઈ ભેદભાવ નથી, ત્યાં જ સાચી ધર્મનિરપેક્ષતા છે.
પીએમ આવાસ યોજના દ્વારા મહિલા સશક્તિકરણ - વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના ગરીબોની સાથે સાથે મહિલા સશક્તિકરણને પણ શક્તિ આપી રહી છે. છેલ્લા 9 વર્ષમાં ગરીબ પરિવારોને લગભગ 4 કરોડ પાકાં મકાનો આપવામાં આવ્યા છે, જેમાંથી 70 ટકા મકાનો મહિલા લાભાર્થીઓના નામે છે. આ એવી બહેનો છે, જેમના નામે પહેલીવાર પ્રોપર્ટી નોંધાઈ છે.
-
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
