Janmashtami 2025: દ્વારકામાં ભક્તિમય માહોલ, જન્માષ્ટમી પર્વની કરાશે ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Janmashtami 2025: આવતીકાલે જન્માષ્ટમી છે. ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મ દિન ઉજવવા ભક્તો તલપાપડ છે. દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું જગત મંદિર જન્માષ્ટમી પ્રસંગે શણગારવામાં આવ્યું છે. આજથી લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા જગત મંદિર ખાતે આવી રહ્યા છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં ભક્તિમય માહોલ
Dwarka: ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે. જેના પગલે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભારે ભીડ દ્વારકામાં જોવા મળી રહી છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ ભક્તો ઉત્સાહિત બન્યા છે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
દ્વારકામાં ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા
આજે સાતમના દિવસે સવારથી જ કાળીયા ઠાકર ના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતો અને જગત મંદિર પરીસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝુમી ઉઠ્યા હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભાવ વિભોર બની ભક્તો રાસ ગરબા રમ્યા હતા.
દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તમામ તૈયારીઓ
દ્વારકામાં 5252મો જન્માષ્ટમી ઉત્સવની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે ત્યારે યાત્રિકો દર્શન માટે દ્વારકા આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિર ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. કીર્તિસ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે અને છપ્પન સીડી સ્વર્ગ દ્વારથી મંદિરે પ્રવેશ કરશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મોક્ષ દ્વારેથી બહાર નીકળશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા મંદિરના વિવિધ વિસ્તારોમાં કુલ છ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સતત નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું
જ્યારે વધતી ભીડના લીધે ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તહેવાર દરમિયાન હાઇવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને, રાજકોટથી દ્વારકા સુધીની ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં પ્રયાસ કરવામાં આવ્યા છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
