Gujarat Weather: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather: આજે ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast: આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે.
ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ રહેલી છે, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે, તો વરસાદને લઈ સાબરકાંઠા, નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, મહીસાગર, સુરત, તાપીમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 7.36 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મામાં 7.13 ઇંચ, સતલાસણામાં 3.78 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.11 ઇંચ, ઇડરમાં 2.76 ઇંચ વરસાદ, આણંદમાં 2.9 ઇંચ, નડિયાદમાં 1.97 ઇંચ, સરસ્વતીમાં 1.97 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 1.81 ઇંચ વરસાદ, કપરાડામાં 1.69 ઇંચ, વિજાપુરમાં 1.69 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 1.54 ઇંચ, ઊંઝામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
