Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં નદીઓ ગાંડીતુર, ડભોઈમાં ભારે નુકસાન
Gujarat Rain : વડોદરા, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે. આ પરિસ્થિતિએ અનેક ગામોમાં પાણી ભરાવાની અને ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે.
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ભારે વરસાદને પગલે હેરણ અને ઓરસંગ નદીઓ ગાંડીતૂર બની છે. નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આસગોલ, પરા, ધર્માપુરા અને ભિલોડીયા ગામોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે.

અહીં 1 હજાર વીઘા જેટલી ખેતીની જમીનને વ્યાપક નુકસાન થયું છે, જેમાં કપાસ, તુવેર અને એરંડા જેવા મુખ્ય પાકને મોટો ફટકો પડ્યો છે.
બીજી તરફ તાપી જિલ્લામાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણે ડેમના 12માંથી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
હાલમાં મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી 84,952 ક્યૂસેક પાણી ડેમમાં આવી રહ્યું છે, જ્યારે તાપી નદીમાં 1,16,736 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 337.92 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 345 ફૂટ છે.
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક ઓછી થઈ છે, જે નર્મદા નદીના કિનારે આવેલા ગામો માટે રાહતના સમાચાર છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડાયુ છે.
રાત્રે 9 વાગ્યે ડેમના 23માંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. હાલમાં ડેમના 15 દરવાજા 3.10 મીટરની ઊંચાઈએ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઘટાડાથી નદી કિનારાના વિસ્તારોમાં પૂરનું જોખમ ઘટ્યું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
