Gujarat Rain : આવનારા 2 દિવસ વરસાદનું જોર વધશે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ અંગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

6 સપ્ટેમ્બરે ક્યાં કેવો વરસાદ પડશે?
- રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ) : બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર. આ જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી સંભાવના છે.
- ઓરેન્જ એલર્ટ : પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગર. આ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા છે.
- યલો એલર્ટ : અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
7 સપ્ટેમ્બરે ક્યાં વરસાદની આગાહી?
- રેડ એલર્ટ : કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા. આ જિલ્લાઓમાં બીજા દિવસે પણ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
- ઓરેન્જ એલર્ટ : મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી.
- યલો એલર્ટ : અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ.
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
