Gujarat Election: AAPના CM પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીનો દાવો, 100 બેઠકો સાથે સરકાર બનાવીશુ
ઈશુદાન ગઢવી પત્ની સાથે મતદાન કરવા માટે બોપલ-ઘુમા વિસ્તારમાં પોતાના મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. મત આપ્યા પછી તેમણે જીતનો દાવો કર્યો હતો.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 33 ટકા અને સૌથી ઓછુ મહિસાગ-વડોદરા-અમદાવાદમાં 27 ટકા મતદાન થયુ છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ અમદાવાદના બોપલ-ઘુમામાં મતદાન કર્યુ હતુ. જો કે, તેઓ ખંભાળિયા બેઠક પરથી ઉમેદવાર છે.

ઈશુદાન ગઢવી પત્ની સાથે મતદાન કરવા માટે બોપલ-ઘુમા વિસ્તારમાં પોતાના મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. મત આપ્યા પછી તેમણે જીતનો દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે પ્રથમ તબક્કાથી આમ આદમી પાર્ટીને વધુ આશા છે. અમારો આંતરિક સર્વે કહે છે કે પ્રથમ તબક્કાની 89માંથી 51 સીટ અમે જીતી રહ્યા છે. ભાજપથી નારાજ લોકો કદાચ વોટ આપવા નીકળ્યા ન હતો તેવુ સાંભળવા મળ્યુ હતુ. હું તો કહુ છુ કે મતદાન કરો. તમને યોગ્ય લાગે તેને મતદાન કરો. મતદાન તો ગુપ્ત અધિકાર છે. લોકતંત્રની મઝા મતદાનમાં છે. માટે અવશ્ય મતદાન કરવુ જોઈએ.
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ કે ઘરે બેસીને સરકાર અને નેતાઓને ગાળો ભાંડવાનો કોઈ અર્થ નથી. મતદાન કરીને આવો તો હિસાબ લેવાનો તમારો અધિકાર છે. મોટાભાગના લોકો કહે છે કે 25 તારીખ પછી તેમના ખાતામાં રુપિયો નથી બચતો. ગરીબ અને મધ્યમ વર્ગ આમ આદમી પાર્ટીથી પ્રભાવિત છે, કરોડપતિને જરુર ના હોય. ઈશુદાન ગઢવી ખુલ્લી કિતાબ છે. જે મને ઓળકે છે તેને મને ઓળખાણ આપવાની જરુર નથી. તેથી મે મારી વિધાનસભામાં ટ્રાન્સફર કરાવ્યુ નથી. મને વિશ્વાસ છે કે હું લીડથી જીતી રહ્યો છુ.
તમને જણાવી દઈએ કે ઈશુદાન ગઢવી મત આપીને બહાર નીકળ્યા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા. આ અંગે ઈશુદાને જણાવ્યુ કે તેમના નારા લગાવવાથી આરોગ્ય અને શિક્ષણની સારી સુવિધા મળતી હોય તો રાત-દિવસ નારા લગાવતા રહો. પછી બીજુ કોઈ જરુરી ના હોય. બીજા તબક્કામાં અમારી ગણતરી 52 પ્લસની છે. પરંતુ મતદાનના એનાલિસિસ બાદ ખબર પડશે. પૂર્ણ બહુમત સાથે અમારી સરકાર બનશે. ગઢવીએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટી 100થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ઈશુદાન ગઢવીએ ગુજરાત વિધાનસભાની 51 બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી. એ વખતે પણ તેમણે કહ્યુ હતુ કે હું દરેક બૂથમાં ફરી રહ્યો છુ. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે પરંતુ ઈવીએમ ખૂબ જ ધીમા ચાલી રહ્યા છે. અમુક બૂથોમાં લોકો લાંબી રાહ જોઈ રહ્યા છે. તંત્રએ આ અંગે ધ્યાન આપવુ જોઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
