નરેન્દ્ર મોદીએ 23 નવા તાલુકાની રચનાની જાહેરાત કરી
અમદાવાદ, 10 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્દ્રીકરણની પહેલરૂપ ગણેશ ચતુર્થીના પર્વના અવસરે ગુજરાતમાં નવા 23 તાલુકાઓની રચનાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારના પ્રવક્તા નાણાં મંત્રી નીતિભાઈ પટેલ અને ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતની જનતાને નવા 23 તાલુકાની રચનાથી વિશેષતાની ભૂમિકા આપી હતી. મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે કેબીનેટ સબકમીટીની ભલામણોના આધારે સૂચિત 23 તાલુકાઓની રચના કરવાની વિગતવાર દરખાસ્તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજુ કરી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નવરચિત 23 તાલુકાઓ આ પ્રમાણે છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ 67માં આઝાદી દિવસના રાષ્ટ્રીય પર્વથી ગુજરાતમાં એકી સાથે સાત નવા જિલ્લાઓનો પ્રારંભ મુખ્ય કરાવ્યો હતો. નવા જિલ્લાઓની રચના અને ગામો, તાલુકાના સમાવેશમાં લોકલાગણી, લોકહિત, વહીવટી સુગમતા, ભૂ-ભાગના અંતરો અને તાલુકા એકમના વિકાસ સહિતના સર્વગ્રાહી પાસાઓની વિચારણા કરવામાં આવી હતી. સોમવારે નવરચિત 23 તાલુકાની જાહેરાત કારઈ હતી. તેની સાથે 33 જિલ્લા અને 248 તાલુકાના આધારસ્તંભે ઉપર રાજ્યનો વહીવટી વિકાસ વધુ સરળ, સુલભ અને ગતિશાલ બનશે.
પ્રવક્તા મંત્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા આ અગાઉ એટીવીટી (આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)ની પરિકલ્પના અમલમાં મુકી હતી. જેમાં ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર રાજ્યના ૫૨ પ્રાન્તની સંખ્યા બમણી કરતા વધુ 115 પ્રાન્ત રચવામાં આવ્યા હતા.
હવે 248 તાલુકા પણ ઉત્તમ વહીવટ અને વિકાસની તંદુરસ્ત સ્પર્ધામાં પોતાનું નાગરીકોને અનુભૂતિ થશે. આ નવા તાલુકાઓમાં વહીવટીતંત્રનું માળખું અને અધિકારીઓની નિયુક્તિ સાથે નવીન કચેરીઓ ત્વરીત કાર્યરત થતાં પ્રજાજનોને સુગમતા રહેશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
