Banaskantha Flood : મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
Banaskantha Flood : બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામ અને વાવ સહિતના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી.
તેમણે અસરગ્રસ્ત ગામોમાં સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રી ગુરુવારે સુઈગામ પહોંચ્યા હતા અને પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકોને મળ્યા.

તેમણે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાતચીત કરી અને તેમને મળતી સુવિધાઓની જાણકારી મેળવી. તેમણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર તેમની પડખે ઊભી છે. આ ઉપરાંત તેમણે સુઈગામના પાણી ભરાયેલા વિસ્તારો અને જલોત્રા સબ-સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ વાવમાં રાત્રી રોકાણ કરીને સ્થાનિકો સાથે વાત કરી અને પરિસ્થિતિની વિગતો મેળવી. ત્યારબાદ સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર રાહત કામગીરી સંભાળી રહેલા અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે કેટલાક મહત્ત્વના નિર્દેશો આપ્યા. તેમણે કહ્યું કે, અસરગ્રસ્તોને ગુરુવાર સાંજથી જ રોકડ સહાય (કેશ ડોલ્સ) ચૂકવવાનું શરૂ કરી દેવામાં આવે.
ઘરવખરી અને પશુધનના નુકસાન માટેની સહાય પણ નિયમ મુજબ ઝડપથી ચૂકવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે સુઈગામ સહિતના સરહદી ગામોમાં તૂટી ગયેલી કનેક્ટિવિટીને ફરી સ્થાપિત કરવા માટે પ્રાથમિકતા આપવા જણાવ્યું.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ભવિષ્યમાં આવા પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
