આપ નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ
ગુજરાતના અંકલેશ્વરમાં હવામાં ફાયરિંગ કરવાના મામલે પોલીસે આમ આદમી પાર્ટી નેતા સહિત 2 લોકોની ધરપકડ કરી છે. આપ નેતા અંકુર પટેલ તેમના મિત્ર સાથે પેટ્રોલ પંપ પર ગયા હતા. જ્યાં બહાર ઉભા રહીને રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અંકુર પટેલ તેના મિત્ર અફઝલ પઠાણ સાથે કારમાં અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર ગયા હતા, જ્યાં તેમણે પંપની સામે ઉભા રહીને રિવોલ્વરમાંથી હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમનો વીડિયો ઈન્ટરનેટ મીડિયામાં વાયરલ થતાં પોલીસ સક્રિય થઈ ગઈ અને ગુરુવારના રોજ અંકુર અને અફઝલની ધરપકડ કરી હતી.

અમદાવાદ શહેર કોંગ્રેસના 2 આગેવાનોના રાજીનામા - ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીથી જ ખળભળાટ મચી ગયો છે, પક્ષમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણના કારણે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખે પોતાના રાજીનામા પાર્ટીના નેતાને સુપરત કરી દીધા છે.
વિપક્ષના હોદ્દા પર ધમાસાણ ચાલુ - અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેતા બેન પરીખે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને જવાબદારીમાંથી મુક્ત થવા જણાવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદ માટે ગુજરાત કોંગ્રેસમાં શરૂઆતથી જ રસાકસી ચાલી રહી છે, વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મનપસંદને ટિકિટ ન મળવાના કારણે અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસના કાઉન્સિલર્સના બે અલગ-અલગ જૂથો વિપક્ષના પદ માટે દાવેદારી કરી રહ્યા હતા, પરંતુ શહઝાદ ખાન પઠાણ જીતી ગયા હતા. નીરવ બક્ષીએ અંગત કારણોસર હોદ્દો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, કહેવાય છે કે, પિતા સુરેન્દ્ર બક્ષીની નાદુરસ્ત તબિયતના કારણે નીરવે પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેવાની અસમર્થતા વ્યક્ત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
