Pics : જ્યારે લિયોન સાથે લોખંડે પણ બોલી : દુનિયા પીતલ કી...
મુંબઈ, 10 માર્ચ : 21મી માર્ચે રિલીઝ થતી એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાગિણી એમએમએસ 2નું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. હૉરર અને સેક્સ એટલે કે હૉરેક્સ સાથેની ફિલ્મનું તાજેતરમાં જ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના સેટ ઉપર એકતા કપૂર તથા સન્ની લિયોન દ્વારા પ્રમોશન કરવામાં આવ્યુ હતું, તો હવે ફિલ્મની હીરોઇન સન્ની લિયોન વધુ એક શો ઝી ટીવીના પવિત્ર રિશ્તાના સેટ ઉપર પહોંચી અને તેમણે મનમૂકીને ફિલ્મનું પ્રમોશન કર્યું.
પવિત્ર રિશ્તા ટેલીવિઝન શોના સેટ પર સન્ની લિયોન તથા શોના લીડ અભિનેત્રી અંકિતા લોખંડેએ જોરદાર ધમાલ કરી હતી. બંને અભિનેત્રીઓએ રાગિણી એમએમએસ 2 ફિલ્મના ગીત બૅબી ડૉલ... ઉપર ડાન્સ કર્યો. અંકિતા સફેદ રંગની ડિઝાઇનર સાડીમાં શાનદાર લાગતા હતાં, તો સન્ની લિયોન પણ શિમરી બેઝ સાડી પહેરી દેસી અવતારમાં નજરે ચઢ્યાં. બંનેએ મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કરેલ સાડીઓ પહેરી રાખી હતી. પવિત્ર રિશ્તાનું આ એપિસોડ બુધવારના રોજ રિલીઝ થવાનું છે.
ભૂષણ પટેલ દિગ્દર્શિત રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત દિવ્યા દત્તા, સંધ્યા મૃદુલ, પરવીન ડબાસ પણ છે. ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે. અહીં આપને એમ પણ જણાવી દઇએ કે ઝી ટીવીના જાણીતા શો પવિત્ર રિશ્તાના નિર્માતા પણ એકતા કપૂર જ છે અને આ શો એકતાના ટૉપ ટેન શોમાંનો એક છે.
ચાલો તસવીરો સાથે બતાવીએ પવિત્ર રિશ્તાના સેટ પર સન્ની લિયોન :

પવિત્ર રિશ્તાના સેટ પર સન્ની
પોતાની આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2ના પ્રમોશન માટે સન્ની લિયોન ઝી ટીવીના જાણીતા શો પવિત્ર રિશ્તાના સેટ પર પહોંચ્યાં અને ખૂબ ધમાલ કરી.

પવિત્ર રિશ્તામાં દેખાશે રાગિણી એમએમએસ 2
ડેલી સોપ પવિત્ર રિશ્તાની લીડ અભિનેત્રી અંકિતા લોખંડે તથા અભિનેત્રી સન્ની લિયોને સીરિયલ પવિત્ર રિશ્તાના ખાસ એપિસોડ માટેનું શૂટિંગ કર્યું.

અંકિતાએ પણ પહેરી મનીષની સાડી
ઝી ટીવીના લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં લીડ રોલ ભજવતાં અંકિતા લોખંડે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના વસ્ત્રમાં ખૂબ જ શાનદાર લાગતા હતાં.

સેટ પર મચી બૅબી ડૉલ...ની ધમાલ
અંકિતા-સન્નીએ રાગિણી એમએમએસ 2ના ગીત બૅબી ડૉલ... પર સાથે ડાન્સ કર્યો અને બહુ ધમાલ મચાવી.

અંકિતા-સન્ની બંને હૉટ
અંકિતા સફેદ રંગની ડિઝાઇનર સાડીમાં શાનદાર લાગતા હતાં, તો સન્ની પણ શિમરી બેઝ સાડીમાં દેસી અવતારમાં નજરે પડ્યા હતાં.

બુધવારે પ્રસારણ
અંકિતા લોખંડેએ આ પ્રસંગે માટે પોતે જઈ મનીષની ડિઝાઇનર સાડી ખરીદી હતી. આ એપિસોડ બુધવારે પ્રસારિત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
