પૂનમ પાંડેનું મોત એક અફવા છે? જાણો કેમ લોકો મોતની વાત પર વિશ્વાસ નથી કરી રહ્યાં?
પૂનમ પાંડેના મોતના સમાચારને પુરા બોલિવૂડને ચૌકાવ્યુ છે. જો કે આ ઘણા લોકો પૂનમ પાંડેના મોતના સમાચારો પર હજુ પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.
પૂનમ પાંડેનું મોત સર્વાઈકલ કેન્સરને કારણે થયું છે. તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૃત્યુ અંગેની એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે.

આ પોસ્ટમાં પૂનમ પાંડેની મેનેજમેન્ટ ટીમે તેના નિધનની માહિતી આપી છે. આ પછી પૂનમના મેનેજર પારુલે પણ તેના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જો કે આ પછી પણ લોકો આ સમાચાર પર વિશ્વાસ નથી કરી રહ્યા.
પૂનમ પાંડેએ આત્મહત્યા કરી છે?
પૂનમ પાંડેનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે તેણીનું મૃત્યુ થયું ત્યારે તે પોતાના વતન કાનપુરમાં હાજર હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું મૃત્યુ પૂણેમાં થયું હતું.
એવા પણ અહેવાલ છે કે પૂનમ પાંડેનું મૃત્યુ કેન્સરને કારણે થયું નથી પરંતુ તેણે આત્મહત્યા કરી છે. પરંતુ આજ સુધી કોઈ સાચી માહિતી આપી શક્યું નથી.
પૂનમ પાંડે પબ્લિસિટી સ્ટંટ માટે જાણીતી હતી
પૂનમના સત્તાવાર એકાઉન્ટમાંથી માહિતી આપવામાં આવી હોવા છતાં લોકો તેના મૃત્યુ પર વિશ્વાસ કરી રહ્યા નથી. આનું કારણ પૂનમ પાંડેનો ભૂતકાળ છે. તેણે ઘણી વખત આવા પબ્લિસિટી સ્ટંટ કર્યા છે, જે પાછળથી ખોટા સાબિત થયા છે.
આનું સૌથી મોટું ઉદાહરણ વર્લ્ડ કપ 2011 હતું, જ્યારે પૂનમે વચન આપ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલ જીતશે તો તે પોતાના કપડાં ઉતારશે. જો કે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ નિવેદન માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે આપ્યું હતું.
લોકો પૂનમ પાંડેના મોતને સ્ટંન્ટ ગણાવી રહ્યા છે
સોશિયલ મીડિયા પર પૂનમના મૃત્યુના દાવાએ કેટલાક લોકોને પરેશાન કર્યા છે. આ વચ્ચે મોટાભાગના લોકો તેને નકલી ગણાવી રહ્યા છે. લોકો કહે છે કે પૂનમ પહેલાથી પણ આવા કામ કરતી રહી છે. જો કે, મોટાભાગના રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હવે આ દુનિયામાં નથી. પરંતુ પૂનમના ઈતિહાસને જોતા પ્રાથમિક રીતે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
કંગના રનૌતના શોમાં પૂનમ પાંડે
એક્ટિંગ અને મોડલિંગની સાથે સાથે પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હતી. તાજેતરમાં તેણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
તે છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં જોવા મળી હતી. લોકઅપમાં પણ પૂનમે કેટલાક એવા ખુલાસા કર્યા હતા, જેના પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. આ શોમાં તેણે પોતાના બ્રેકઅપ અને પતિ તરફથી થતા ત્રાસ વિશે જણાવ્યું હતું, જેના પછી તે વિવાદોમાં ફસાઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
