Video: ડિવૉર્સ પછી એકસાથે દેખાયા સામંથા-નાગા, એકબીજાને કર્યા ઈગ્નોર, પરંતુ સ્ટેજ પર જતા જ...
Samantha Ruth Prabhu Naga Chaitanya: સાઉથ સિનેમાની લોકપ્રિય જોડી સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડાને 3 વર્ષ થઈ ગયા છે તેમ છતાં ચાહકો બંનેને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કપલ એક જ ઈવેન્ટમાં સાથે જોવા મળી રહ્યું છે.
વાસ્તવમાં, સામંથા રૂથ પ્રભુએ વરુણ ધવનની ફિલ્મ 'સિટાડેલ હની બની'ની રિલીઝ પહેલા ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ તરફ નાગા ચૈતન્ય તેની વેબ સિરીઝ 'ધૂથા'ની ઉજવણી કરી રહ્યો હતો. જે OTT પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે, માહિતી મુજબ બંને વર્ષો પછી એક જ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હોવા છતાં બંનેએ સ્ટેજ શેર કર્યું નહોતુ.

આ ઈવેન્ટમાં બૉલિવુડની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રિયંકા ચોપડા, સૂર્યા, શાહિદ કપૂર, બૉબી દેઓલ અને તમન્ના ભાટિયા સહિત ઘણા કલાકારો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, સામંથા અને નાગાએ એકબીજાને અવગણવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. બંનેએ એકબીજા સાથે વધારે વાત કરી ન હતી અને ન તો તેઓ એકબીજા સાથે સ્ટેજ પર દેખાયા હતા.
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. બંનેએ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠ પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને કપલના ફેન્સ પણ ચોંકી ગયા હતા.
નોંધનીય છે કે નાગાથી અલગ થયા બાદ સામંથાએ ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો હતો. હવે તે ટૂંક સમયમાં ફરી ફિલ્મોમાં પરત ફરવા માટે તૈયાર છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ સિટાડેલના ભારતીય સંસ્કરણમાં જોવા મળશે. નાગા ચૈતન્ય સાઈ પલ્લવી સાથે તેની આગામી ફિલ્મ 'થાંડેલ'ની તૈયારીમાં વ્યસ્ત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
