રિવ્યૂ : સુખી લગ્ન જીવનના નુસ્ખા બતાવતી રબ્બા મૈં ક્યા કરૂં
મુંબઈ, 2 ઑગસ્ટ : રામાનંદ સાગર દ્વારા નિર્મિત અનેક સારી ધાર્મિક ટેલીવિઝન શ્રેણીઓ તો આપે બાળપણથી જ જોઈ હશે. તે પછી તેમના ભાઈ અમિત સાગર દ્વારા બનાવાયેલ કેટલીક પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ આપે જોઈ હશે, પણ રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મ દ્વારા અમિત સાગેર એક નવી શરુઆત કરી છે. અમિતે આ ફિલ્મ સાથે સાબિત કરી આપ્યું છે કે રામાનંદ સાગરના પરિવારમાં માત્ર ધાર્મિક કથાઓ ઉપર જ સીરિયલ બનાવવાની પરમ્પરા નથી.
એક હૅપ્પી મૅરિડ લાઇફ એટલે કે સુખી લગ્ન જીવન કઈ રીતે જીવી શકાય? આ જાણવું હોય તો મળો લવ ગરુ અરશદ વારસીને ફિલ્મ રબ્બા મૈં ક્યા કરૂંમાં. રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મમાં અરશદ વારસી એક લવ ગુરુના રોલમાં છે. અરશદ સાથે પરેશ રાવલ અને આકાશ ચોપરા પણ લીડ રોલમાં છે.
વાર્તા : રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મ બે ભાઇઓની વાર્તા છે. મોટા ભાઈનો રોલ કર્યો છે અરશદ વારસીએ અને નાનો ભાઈ બન્યાં છે આકાશ ચોપરા. આકાશ ટુંકમાં જ લગ્ન કરવાનો છે અને અરશદ આકાશને એક સુખી લગ્ન જીવનની રીતો શીખવાડે છે. અરશદ વારસી ફિલ્મમાં એક લવ ગુરુની જેમ પ્રેમ અને લગ્ન અંગે નવા-નવા નુસ્ખાઓ શીખવાડે છે કે જેથી અનેક વાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અરશદની આવી યુક્તિઓના કારમે જ ફિલ્મમાં અનેક વાર અનેક બહેતરીન કૉમેડી સિક્વંસ બને છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અરશદ લવ ગુરુ
રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મમાં અરશદે મોટા ભાઈનો રોલ કર્યો છે. ફિલ્મમાં તેઓ લવ ગુરુ બન્યાં છે અને તેમના નાના ભાઈ આકાશ ચોપરાને લગ્ન બાદ પોતાની પત્નીને કાબુમાં રાખવાની તરકીબો શીખવાડે છે.

આકાશ વિચારે છે રબ્બા મૈં ક્યા કરૂં
આકાશ લગ્ન કરવાનો છે. ફિલ્મમાં તેનો મોટા ભાઈ અરશદ તેને હૅપ્પી મૅરિડ લાઇફની તરકીબો શિખવાડે છે. અરશદ આકાશને બતાવે છે કે કઈ રીતે લગ્ન બાદ પત્નીને ખુશ રાખી શકાય અને સુખેથી જીવી શકાય.

પત્ની સાથે કરો વિશ્વાસઘાત
અરશદ આકાશને કહે છે કે તે પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કરે. અરશદના મતે એક સારી પરિણીત જિંદગી જીવવા માટે માણેસ પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કરવો જોઇએ.

આકાશ સંમત નથી
આકાશને અરશદનો પત્ની સાથે વિશ્વાસઘાતનો આઇડિયા ગમતો નથી. તે આ આઇડિયા સાથે સંમત નથી. તેથી તે અરશદના કહેવા છતાં પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત અંગે નથી વિચારતો.

અરશદ-પરેશ બેસ્ટ
ફિલ્મમાં અરશદ વારસી અને પરેશ રાવલે હંમેશ મુજબ સારી એક્ટિંગ કરી છે. ખાસ તો જ્યારથી અરશદ જ્યારથી પોતાના બળે ફિલ્મ હિટ કરવા લાગ્યાં છે, ત્યારથી તેમની લોકપ્રિયતા વધી ગઈ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
