કંગના રનૌતે ઉર્મિલા માતોંડકર પર કરેલી અભદ્ર ટિપ્પણીથી મચ્યો હતો હોબાળો, જાણો સમગ્ર મામલો
Kangana Ranaut and Urmila Matondkar: બૉલિવુડ ક્વીન કંગના રનૌત મંડીથી ભાજપની ટિકિટ મેળવ્યા બાદ ચર્ચામાં છે. ફિલ્મથી લઈને રાજકીય વર્તુળોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર કંગનાનો જ ઉલ્લેખ થઈ રહ્યો છે. હાલમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કંગના વિશે લખેલી વાંધાજનક પોસ્ટને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે.
આ દરમિયાન, કંગના અને ઉર્મિલા માતોંડકર વચ્ચેના વિવાદની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે, જે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી થયો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા સુપ્રિયાની પોસ્ટને લઈને હોબાળો થયો હતો, જેમાં કંગના વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી હતી.

જો કે, બાદમાં કોંગ્રેસના નેતાએ સ્પષ્ટપણે કહ્યું કે આ કામ કોઈ એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે જેની પાસે તેના એકાઉન્ટની ઍક્સેસ હતી. જે બાદ તેણે પોતે જ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ મુદ્દાને તૂલ મળ્યા પછી, લોકોને ઉર્મિલા માતોંડકર અને કંગના વચ્ચેનું શીત યુદ્ધ યાદ આવ્યું, જ્યારે બંનેએ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કર્યા હતી.
વાસ્તવમાં, જ્યારે કંગના રનૌત ફિલ્મ માફિયાઓ સામે લડી રહી હતી, ત્યારે તેણે નેપોટિઝમ વિશે ઘણું કહ્યું હતું. કંગનાના આ શબ્દો સાંભળીને ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે તે માત્ર વુમન કાર્ડ રમી રહી છે બીજું કંઈ નહીં. આ પછી ઉર્મિલાના નિવેદનથી કંગના એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ઉર્મિલાને સૉફ્ટ પૉર્ન સ્ટાર પણ કહી દીધી.
કંગનાએ કહ્યું કે ઉર્મિલા માતોંડકર તેના અભિનય માટે પ્રખ્યાત નથી પરંતુ તે સૉફ્ટ પૉર્ન સ્ટાર છે. આ નિવેદને તે સમયે ભારે હોબાળો મચાવ્યો હતો. કંગનાએ ટાઈમ્સ નાઉને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તેને રાજકીય ટિકિટ મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે કારણ કે ઉર્મિલાને પણ મળી ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે દરેકને ટિકિટ મળી રહી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
