જિયા ખાનના નખમાંથી મળ્યા માનવ માંસના ટુકડા, હત્યાની આશંકા
ફરી એકવાર અભિનેત્રી જિયા ખાનના મોત પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. આ વખતે જિયા ખાનની મોત પર સવાલ તેની માતા રાબિયા ખાને નહી પરંતુ ફોરેન્સિક રિપોર્ટે ઉપાડ્યો છે જે મુજબ જિયા જિયા નખ પર કોઇ બીજાના માંસના ટુકડા અને તેના ઇનરવિયર પર કોઇ બીજાનું લોહી મળી આવ્યું છે, જેથી આશંકા છે કે જિયાના મોત પહેલાં જિયા સાથે કંઇક ગડબડ જેમ કે મારપીટ થઇ હોઇ.
જિયા ખાનની માતાના વકીલ દિનેશ તિવારીનું કહેવું છે કે તેમને લાગે છે કે જિયાની કોઇએ હત્યા કરી છે અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. રાબિયા ખાન અને તેમના વકીલ દિનેશ તિવારીના પૂરા પ્રયત્નો છે કે જિયા ખાનની લાશને ફરીથી નિકાળવામાં આવે જેથી તેનું ફરીથી પોસ્ટમોર્ટમ થઇ શકે. જિયા ખાનના વકીલ અને રાબિયા ખાન પહેલાં પણ કહ્યું કે જિયાના શરીર પર પહેલાં પર ઘણી ઇજાના નિશાન હતા પરંતુ પોલીસે આ વાતને નજર અંદાજ કરી દિધી.
દિનેશ તિવારીએ તો પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે કોઇના દબાણમાં આવીને જિયા ખાનના મોતની તપાસ કરી રહી નથી અને જાણીજોઇને પુરાવાઓને નજરઅંદાજ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ બે મહિના પહેલાં જ આવી ગયો હતો પરંતુ પોલીસે તેના વિશે વાત કરી ન હતી. જો કે રાબિયા ખાન અને દિનેશ તિવારીએ જિયાની હત્યા કોણે કરી છે આ વિશે કોઇનું નામ તો લીધું નથી પરંતુ તેની વાતોથી સ્પષ્ટ થાય છે કે તેમનો શક પંચોલી પરિવાર તરફ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જિયા ખાનની લાશ 3 જૂનની રાત્રે તેમના એપાર્ટમેન્ટ સાગરમાં લટકેલી અવસ્થામાં મળી હતી. જિયાની માતા રાબિયા ખાને અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો કે સૂરજે જિયાનો ઉપયોગ કરી છોડી દિધી હતી જેના લીધે જિયાએ આત્મહત્યા કરી હતી. જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કામ સૂરજનું જ છે. બંને લાંબા સમયથી લિવઇનરિલેશનમાં હતા. જિયા, સૂરજના બાળકની માતા બનવાની હતી પરંતુ સુરજે તેનો બળજબરી પૂર્વક તેનો ગર્ભપાત કરાવી દિધો હતો જેના કારણે જિયા ઘણી તણાવમાં હતી. તેના લીધે સૂરજ પંચાલી 23 દિવસ સુધી જેલમાં બંધ પણ રહ્યાં હતા, હાલમાં તે જામીન પર મુક્ત છે.
પરંતુ જિયાની લાશના નિશાન રાબિયાને ફરીથી બુમો પાડવા પર મજબૂર કરી દિધા છે કે તેની પુત્રી મરી નથી પરંતુ મારવામાં આવી છે. તેમના વકીલ દિનેશ તિવારી અને રાબિયા ખાનના દાવાની અસર તપાસ શું થાય છે? જોઇએ જિયાના મોતનું કોકડું ક્યારે અને કેવી રીતે ઉકેલાશે?
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
