Jhalak Dikhhla Jaa 11: કરોડો રુપિયાની માલિક છે મનીષા રાની, એક સમયે 500 રુપિયા હતી પહેલી કમાણી
Manisha Rani's Net Worth: ડાંસ રિયાલિટી શો ઝલક દિખલા જા 11માં ટેલીવિઝનની નવી સેન્સેશન બનેલી મનીષા રાની આ દિવસોમાં તેના શો 'ઝલક દિખલા જા 11'ને કારણે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, મનીષા રાનીએ ઝલક ટ્રોફી જીતી લીધી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મનીષા રાની ટ્રૉફી લઈને ડાંસ કરતી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચાલો જાણીએ કોણ છે મનીષા રાની?

કોણ છે મનીષ રાની?
મનીષા રાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. આ પહેલા મનીષા રાની બિગ બોસ 2 ઓટીટીમાં જોવા મળી ચૂકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ડાંસર તરીકે કરી હતી. તેને TikTok વીડિયોથી લોકપ્રિયતા મળી છે. પરંતુ ટિકટૉક બંધ થયા બાદ મનીષ રાની જલ્દી જ ઈન્સ્ટાગ્રામ પર પોપ્યુલર થવા લાગી. મનીષાના 11.9 મિલિયન ફોલોઅર્સ છે.
મનીષા રાની બિહારના મુંગેરની છે. તેનો જન્મ 5 સપ્ટેમ્બર 1997ના રોજ શાદીપુરના એક નાના ગામમાં થયો હતો. તેના પિતા ટ્રાન્સપોર્ટ કુરિયર ઓપરેટર છે. જ્યારે માતા રાગિણી દેવી ગૃહિણી છે. મનીષા ચાર ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. મનીષાએ તેનું શિક્ષણ મુંગેરમાં જ કર્યું છે, તેણે કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
બિગ બૉસમાં મનીષા રાનીની ફી
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મનીષાને Jio સિનેમાના બિગ બોસ OTT 2માં ભાગ લેવા માટે પ્રતિ દિવસ 20,000 રૂપિયાની ફી મળી હતી. આ જ શોમાં તેને દર અઠવાડિયે લગભગ 85 હજારથી 1 લાખ રૂપિયા મળતા હતા. કેટલાક અહેવાલો અનુસાર, તેને દર અઠવાડિયે 85 હજાર રૂપિયા મળતા હતા. આ શો માટે તેને લગભગ 6-7 લાખ રૂપિયાની ફી મળી હતી. તેણે અભિષેક મલ્હાન અને વિજેતા એલ્વિશ યાદવ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ઝલક દિખલા જા માટે મનીષાની ફી
મનીષાએ ડાંસ રિયાલિટી શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. વિવિધ અહેવાલો સૂચવે છે કે શોમાં ભાગ લેવા માટે તેને દર અઠવાડિયે 5 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી રહી છે. તેણે આ શોમાંથી 7 સાત અઠવાડિયામાં 35 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય, જો તે વિજેતા બને છે, તો તે 25 લાખ રૂપિયાનું વિજેતા ઈનામ ઘરે લઈ જશે. તેને બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ કરવાનો મોકો પણ મળ્યો, જે તેણે તરત જ ઝડપી લીધો. તે સમયે મનીષા રોજના 500 રૂપિયા કમાતી હતી.
મનીષા રાની કેટલી કમાણી કરે છે
જો મનીષા રાનીની કમાણી વિશે વાત કરીએ તો તે પોતાની યુટ્યુબ ચેનલથી 10થી 20 લાખ રૂપિયા કમાય છે. તે ઈન્સ્ટાગ્રામ પરથી પણ સરળતાથી 20થી 30 લાખ રૂપિયા કમાઈ લે છે. બિગ બોસ પછી, મનીષા ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં પણ જોવા મળી છે, જે તેની આવકનો સ્ત્રોત છે. મનીષાએ બિગ બોસ 2 ઓટીટી સીઝન પછી મુંબઈમાં એક આલીશાન ઘર પણ ખરીદ્યું હતું અને જો કે તેણે આ ઘર ભાડે લીધું છે.
મનીષા રાનીનું કાર કલેક્શન
બિગ બોસ ફેમ મનીષાએ પોતાના માટે મર્સિડીઝ CLA 200 ખરીદી છે. અભિનેત્રીએ કાળા રંગની કાર ખરીદી છે અને આ કારની કિંમત લગભગ 36 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
