આમિર ખાનની આ મોટી ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ જોવા મળશે
રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ જોવા મળશે. વિજય ફિલ્મમાં આમિરના મિત્રની ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ જોવા મળશે. વિજય ફિલ્મમાં આમિરના મિત્રની ભૂમિકા નિભાવવા જઇ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા મેલબર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં (આઈએફએફએમ) વિજય અને આમિરની સાથે કામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ વાત છે કે વિજય આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, આ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક હશે. ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદન હશે, જેમણે 'સિક્રેટ સુપરસ્ટાર' નિર્દેશિત કરી હતી. ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાન અને વોયોકોમ 18 છે. આ ફિલ્મ 2020 દિવાળી પર રિલીઝ થશે.

વિજય સેતુપતિ
અહેવાલો અનુસાર, વિજય સેતુપતિના કિરદારને નિર્માતાઓ તમિલ વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં બતાવવાની તૈયારી કરી રહ્યા છે. આ કિરદાર ફિલ્મનો મહત્વનો ભાગ હશે.

શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે
આમિર ખાને ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા' પર વાત કરતા કહ્યું કે, અમે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધી છે અને હવે અમે તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. હું આ ફિલ્મમાં એક પંજાબી પાત્ર ભજવીશ.. આ સાથે મારે 20 કિલો વજન ઓછું કરવાનું. મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2019 માં ફ્લોર પર આવી જશે, જ્યારે તે 2020 માં રિલીઝ થશે.

આમિર ઉત્સાહિત છે
આમિરે કહ્યું, ફોરેસ્ટ ગંપ મારા માટે હંમેશા સારી ફિલ્મ રહી છે. આખા પરિવાર સાથે બેસીને જોવા માટેની આ ફિલ્મ છે. અત્યારે અમે ફિલ્મમાં મારો લુક કેવો રહેશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે બધા આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ફોરેસ્ટ ગંપ
ફોરેસ્ટ ગંપ 1994 માં આવેલી હોલીવુડની રોમેન્ટિક-કોમેડી ડ્રામા છે. ફોરેસ્ટ ગંપ તે વર્ષની શ્રેષ્ઠ હોલીવુડ ફિલ્મ હતી. એટલું જ નહીં, ફિલ્મે તે વર્ષે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સહિત 6 ઓસ્કાર એવોર્ડ મેળવ્યા હતા.

આમિર-કરીના
આમિર અને કરીના અગાઉ 3 ઇડિઅટ્સ (2009) અને તલાશ (2012) જેવી ફિલ્મોમાં સાથે દેખાયા છે. તેથી, તેમને ફરી એકવાર જોવું રસપ્રદ રહેશે.

નવલકથા પર આધારિત
આ ફિલ્મ 1986 માં લેખક વિનસટન ગ્રૂમ દ્વારા લખેલી નવલકથા પર આધારિત છે. સ્વાભાવિક છે કે તમે સમજી જ ગયા હશો કે આમિરે આ ફિલ્મ કેમ પસંદ કરી..
આ પણ વાંચો: વિંગ કમાંડર અભિનંદનના શૌર્ય પર બનશે ફિલ્મ 'બાલાકોટ', વાયુસેનાએ વિવેક ઑબેરોયને આપી અનુમતિ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
