Elvish Yadav અને Maxternએ મારપીટ અને વિવાદ બાદ લીધો યુટર્ન, કહ્યુ - આ વ્યક્તિએ મને ભડકાવ્યો...
Elvish Yadav Maxtern Fight: યુટ્યુબર એલ્વિશ યાદવ અને મેક્સટર્ન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ હવે તેમનો પરસ્પર વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. મેક્સટર્ન પોતે લાઈવ આવ્યો અને કહ્યું કે તેની અને એલ્વિશ યાદવ વચ્ચે બધુ બરાબર છે.
વળી, મેક્સટર્ને એવો પણ ખુલાસો કર્યો હતો કે તેને કોઈએ ગેરમાર્ગે દોર્યો હતો. તાજેતરમાં, એલ્વિશ યાદવ અને મેક્સટર્ન એટલે કે સાગર ઠાકુર સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા અને કહ્યું કે તેઓ ફરીથી મિત્ર બન્યા છે. હવે મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે અલ્વિશે ઘરે જઈને મેક્સટર્નને માર માર્યો હતો, એ બધુ શું પ્લાન હતુ.

જો કે મામલો ઉકેલાય તેમ લાગી રહ્યું છે પરંતુ આ લડાઈને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેક્સટર્ને જણાવ્યું કે એક યુટ્યુબરે તેને એલ્વિશ યાદવ વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. લાઇવ આવતા, મેક્સટર્ન કહે છે, 'થોડી ગેરસમજ હતી અને કોઈએ મને આ બધું કરવા માટે ઉશ્કેર્યો હતો, જોકે હું તે કોણ હતું તેનું નામ નહીં લઉં. મેં એલ્વિશ ભાઈને આ વાત કહી કે અમે બંને સાથે મળીને શૉર્ટ કરી લઈશું.
તેના જવાબમાં એલ્વિશ યાદવે કહ્યું, "ભાઈએ પણ કેમેરો ફિટ કર્યો, બધા કામ કર્યા. તે તેણે કોઈની સલાહ પર કર્યું હતું. અત્યારે નામ ના જ લેતા, પછી જોઈ લઈશું." હવે બંનેનો આ વીડિયો વાયરલ થયો છે. લોકો દાવો કરી રહ્યા છે કે આ બધુ લાઈમલાઈટમાં આવવા માટેનો પ્લાન હતો.''
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાં એલ્વિશ યાદવે કેટલાક લોકો સાથે મેક્સટર્નના ઘરે જઈને તેની જોરદાર ધોલાઈ કરી હતી. બાદમાં એલ્વિશે આરોપ લગાવ્યો હતો કે મેક્સટર્ન લાંબા સમયથી સોશિયલ મીડિયા પર તેના વિશે નકારાત્મકતા ફેલાવી રહ્યો છે. આ પછી, મેક્સટર્ને એલ્વિશ વિરુદ્ધ ગુરુગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ હવે બંને વચ્ચે મામલો ઉકેલાઈ ગયો છે.
Bhaichara on top💪 pic.twitter.com/YhsvK8sbtv
— Elvish Yadav (@ElvishYadav) March 10, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
