એક્સ ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાની પર ભડક્યા અરબાઝ ખાન, બ્રેકઅપ વિશે ખોલ્યો રાઝ, કહ્યુ - 'મારા લગ્ન પહેલા..'
Arbaaz Khan Giorgia Andriani Breakup: અભિનેતા-નિર્દેશક અરબાઝ ખાન પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. ગયા વર્ષે 24 ડિસેમ્બરે તેણે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ પહેલા તેનું તેની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ લગ્ન પહેલા કેટલાક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અરબાઝ ખાન સાથેના બ્રેકઅપને કારણે તે ખૂબ જ ભાંગી ગઈ હતી. કારણ કે તેના માટે આ નિર્ણય લેવો સરળ ન હતો. જો કે અત્યાર સુધી અરબાઝ ખાને આ મામલે મૌન જાળવી રાખ્યું હતું. પરંતુ હવે તેણે જ્યોર્જિયા સાથેના બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાને કહ્યું, 'જ્યોર્જિયાએ મારા લગ્ન દરમિયાન બ્રેકઅપ અંગે જે ઈન્ટરવ્યુ આપ્યો હતો તે યોગ્ય ન હતો. તે સમયે આ બધું કરવાની જરૂર નહોતી. જેમ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મારી અને જ્યોર્જિયા વચ્ચે બધું જ પરફેક્ટ હતું, એવું કંઈ નથી. હું શૂરાને મળ્યો તેના બે વર્ષ પહેલાં જ અમારું બ્રેકઅપ થઈ ગયું હતું.
અરબાઝ ખાને આગળ કહ્યું, 'મને આશ્ચર્ય થાય છે કે હું અહીં આ બધી બાબતોને ક્લીયર કરવા બેઠો છું. પરંતુ તેમણે જે ઇન્ટરવ્યુ આપ્યા હતા કે અમારી વચ્ચે બધુ બરાબર હતું તે બધુ જૂઠ છે. તેમની વાત સાંભળીને લોકોએ વિચાર્યું હશે કે હું એક છોડીને બીજા તરફ ગયો પરંતુ આ સાચું નથી. તેની સાથે બ્રેકઅપ થયા બાદ મેં દોઢ વર્ષ સુધી કોઈને ડેટ નથી કરી. આ પછી શૂરા મારા જીવનમાં આવી અને આ જ સત્ય છે.
અરબાઝે જ્યોર્જિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, 'બે વર્ષ થઈ ગયા છે અને જે સમયે મારા લગ્ન થઈ રહ્યા હતા ત્યારે બ્રેકઅપ વિશે વાત કરવી ખૂબ જ ખોટી છે. હું જાણું છું કે તે ઘણા સમય પહેલા મૂવ ઑન કરી ચૂકી છે. પરંતુ જ્યારે તમે ઈન્ટરવ્યુ આપી રહ્યા હોવ ત્યારે અમે ક્યારે અલગ થયા તે વિશે યોગ્ય ટાઈમલાઈન આપવી જોઈએ. જો તમે કોઈના વિશે વાત કરી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં અરબાઝ ખાને મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા. આ પછી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 2022માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જેની જાણકારી ખુદ જ્યોર્જિયાએ આપી હતી. વેલ હવે અરબાઝ ખાન તેની બીજી પત્ની શૂરા સાથે ખુશ છે અને તે તેના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
