જમીન પર બેઠા, જમવાનુ પીરસ્યુ..., અંબાણીના ફંક્શનમાં સ્ટાર્સે શું-શું કરવુ પડ્યુ, સાઈડમાં રહી ગઈ લક્ઝરી લાઈફ
Anant Ambani Radhika Merchant: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી શરૂ થઈને 3 માર્ચ સુધી ચાલ્યા હતા. ગુજરાતના જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ પહોંચી હતી. આ ફંક્શનમાં ભાગ લેનાર ઘણા બૉલિવુડ સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે બૉલિવુડ સ્ટાર્સે અંબાણી પરિવારના ફંક્શનમાં ભાગ લીધો હોય. હકીકતમાં આ પહેલા ઈશા અંબાણીના લગ્નથી લઈને તેની કંપનીના ઉદ્ઘાટન સુધી બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સામેલ હોય છે. આ પહેલા આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્નમાં કેટલાક સેલેબ્સે જબરદસ્ત ડાંસ પરફોર્મન્સ આપ્યું હતું તો કેટલાકે ફૂડ પણ સર્વ કર્યું હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તમામ મોટા સ્ટાર્સ જમીન પર બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન રણબીર કપૂર અને નિર્દેશક અયાન મુખર્જી જમીન પર એકસાથે બેઠા છે, જ્યારે શાહરૂખ ખાન તેમની પાછળની સીટ પર બેઠેલા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ તસવીર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની છે. જે ઘણી જૂની છે.
આ સિવાય શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સે ફંક્શનમાં ડાંસ કર્યો હતો. આ સિવાય લગ્નના મહેમાનો સાથે પણ બધાએ જોરશોરથી ડાંસ કર્યો હતો. આ સિવાય અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને ઐશ્વર્યા રાય જેવા મોટા સ્ટાર્સે ફંક્શન દરમિયાન લગ્નના મહેમાનોને ભોજન પીરસ્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુ દરમિયાન આ પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આ એક સજ્જન ઘોટા વિધિ હોય છે. જેમાં જાનૈયાઓને છોકરીવાળા ભોજન પીરસે છે. આ સિવાય ઘણા સ્ટાર્સ પણ હાથમાં પ્લેટ પકડેલા જોવા મળ્યા હતા. ઈશા અંબાણીના ફંક્શનની આ તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની વાત કરીએ તો ત્રણેય ખાન પહેલીવાર સાથે ડાંસ કરતા જોવા મળ્યા હતા. સલમાન, શાહરૂખ અને આમિર ખાને નટુ-નટુ ગીત પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું જે ચાહકો માટે સપનાથી કમ ન હતું. આ સિવાય દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે ડાંસ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
