તાપસી પન્નું બાદ વધુ એક બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીએ ખાનગીમાં લગ્ન કરી લીધા? જાણો કોણ છે આ અભિનેત્રી?
હાલમાં જ અહેવાલો આવ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ છુપાઈને લગ્ન કરી લીધા છે. હવે વધુ એક અભિનેત્રીએ પણ ખાનગીમાં લગ્ન કર્યા હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ખાનગીમાં લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્ન સાદગીપૂર્ણ રીતે થયા છે.

સમાચારો અનુસાર, બંનેએ તેલંગાણાના શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા છે. જેમાં માત્ર કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજર હતા. બંનેએ 27 માર્ચે લગ્ન કર્યા છે.
અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. તેમના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલે ગુપ્ત લગ્નનો નિર્ણય ઉતાવળમાં લેવો પડ્યો.
અહેવાલો અનુસાર, અદિતિ અને સિદ્ધાર્થે પારંપારિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. અદિતિનો મંદિર સાથે ગાઢ સંબંધ છે જ્યાં બંનેએ લગ્ન કર્યા. જો કે કપલ દ્વારા લગ્નના સમાચારની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ચાહકો આતુરતાથી તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
અદિતિ અને સિદ્ધાર્થની પહેલી મુલાકાત વર્ષ 2021માં રિલીઝ થયેલી તેલુગુ તમિલ ફિલ્મ મહા સમુદ્રમ દરમિયાન થઈ હતી. જે બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ કપલ ઘણી વખત સાથે સ્પોટ પણ થયું છે. જો કે, આ કપલ હંમેશા પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે બંનેએ ખૂબ જ સાદગી સાથે લગ્ન કર્યા છે.
જણાવી દઈએ કે અદિતિના આ બીજા લગ્ન છે. તેણે અગાઉ 2009માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. સિદ્ધાર્થે પણ વર્ષ 2003માં પ્રથમ વખત લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
