એક્ટર-પ્રોડ્યુસર રાજુ મવાનીનું નિધન, સુનીલ શેટ્ટીને બોલિવુડમાં આપ્યો હતો બ્રેક
એક્ટર-પ્રોડ્યુસર રાજુ મવાનીએ માત્ર 62 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી દીધી છે. તે છેલ્લા ત્રણ વર્ષોથી કેન્સર જેવી જાનલેવા બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
એક્ટર-પ્રોડ્યુસર રાજુ મવાનીએ માત્ર 62 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી દીધી છે. તે છેલ્લા ત્રણ વર્ષોથી કેન્સર જેવી જાનલેવા બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રાજુ મવાનીએ ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યુ હતુ એટલુ જ નહિ પરંતુ તેમણે બોલિવુડમાં સુનીલ શેટ્ટીને લૉન્ચ કર્યા હતા. સુનીલ શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ બલવાનને રાજુ મવાનીએ પ્રોડ્યુસ કરી હતી. રાજુ મવાનીએ ચાર ફિલ્મોનુ નિર્દેશન પણ કર્યુ હતુ જેમાં 1996માં રિલીઝ થયેલી સુનીલ શેટ્ટી અભિનીત રામ અને શ્યામ, સુનીલ શેટ્ટી અને સૈફ અલી ખાન સ્ટારર સુરક્ષા, અનુરાધા અને ઈસકી ટોપી ઉસકે સિર જેવી ફિલ્મો શામેલ છે.

વળી અભિનેતા તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી. તેમણે સત્યા, સરકાર, વૉન્ટેડ, શૂટ આઉટ એટ વડાલા, જય હો જેવી ઘણી ફિલ્મોમાં નેગેટીવ ભૂમિકા નિભાવી હતી. શુક્રવારે સાંજે રાજુ મવાનીના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવરા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. અમે તેમના પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
