તમામ ફિલ્મો શુક્રવારે જ કેમ રિલિઝ થાય છે? જાણો આ પરંપરા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ?
ફિલ્મ લવર લોકો નવી ફિલ્મો માટે શુક્રવારની આતુરતાથી રાહ જોવે છે. મોટાભાગે નવી ફિલ્મો શુક્રવારે જ થિયેટરોમાં આવે છે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ ફિલ્મો શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે?
માનવામાં આવે છે કે ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મો શુક્રવારે રિલીઝ થાય તેનું સૌથી મોટું કારણ એ છે કે શુક્રવાર કામકાજના દિવસના અંતે આવે છે. શનિવાર અને રવિવારની રજાઓ હોય છે.

રજાઓના કારણે લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મૂવી જુએ છે. આનાથી ફિલ્મના કલેક્શનમાં સુધારો થાય છે અને ફિલ્મની સફળતા પણ સુનિશ્ચિત થાય છે.
આમ કરવા પાછળનું અન્ય એક કારણ આઝાદી પછી ઘણા વર્ષો સુધી ભારતમાં લોકો પાસે કલર ટીવી નહોતું, જેના કારણે લોકો સિનેમાઘરોમાં ફિલ્મો જોવા જતા હતા. તેથી ફિલ્મ ઉદ્યોગમાં કર્મચારીઓને શુક્રવારે અડધા દિવસની રજા આપવામાં આવતી, જેથી તેઓ તેમના પરિવાર સાથે ફિલ્મો જોઈ શકે, જે ફિલ્મના કલેક્શન માટે પણ સારું રહેતુ હતું.
ભારતમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાની પોતાની પરંપરા છે પરંતુ કે શરૂઆતથી નહોતી. તેની શરૂઆત 1940ની આસપાસ હોલીવુડમાં થઈ હતી. 1960 પહેલા ભારતમાં ફિલ્મો રિલીઝ કરવા માટે કોઈ નિશ્ચિત દિવસ ન હતો.
વર્ષ 1960માં મુગલ-એ-આઝમ નામની ઐતિહાસિક ફિલ્મ 5 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. તે શુક્રવાર હતો, 5 ઓગસ્ટ, 1960, અને આ ફિલ્મે ઘણી હેડલાઇન્સ મેળવી હતી. ત્યારથી ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મોની રજૂઆત માટે શુક્રવાર પસંદ કર્યો છે.
જો કે, તમામ ફિલ્મો શુક્રવારે રિલીઝ થતી નથી, ઘણા ફિલ્મ નિર્માતાઓએ આ ટ્રેન્ડ તોડીને અલગ-અલગ દિવસોમાં ફિલ્મો રિલીઝ કરી છે અને સફળતા પણ મેળવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
