આ છે દુનિયાની કેટલીક સૌથી અજીબ નોકરીઓ, અહીં મળે છે રોવાનો પગાર
આ દુનિયામાં કેટલાક એવા કામ છે જે કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જ કરે છે. આ કામ તેમાનાં જેટલા ખાસ છે તેટલા જ વિચિત્ર છે.
બેંગલુરુની ઓનલાઈન કંપની વેકફિટે હાલમાં જ એક અનોખી નોકરીની ઓફર કરી છે. આ નોકરીમાં માત્ર 9 કલાક ઊંઘવા માટે કંપની એક લાખ રૂપિયા ચૂકવે છે. શરત માત્ર એટલી છે કે તમારે તેમના દ્વારા બનાવેલા ગાદલા પર સૂવું પડશે.

ફિનલેન્ડમાં ઘણી હોટેલો પણ આવી નોકરી આપે છે. રૂમમાં પથારી કેટલી આરામદાયક છે તે ચકાસવા માટે વ્યાવસાયિક સ્લીપર્સની નિમણૂક કરવામાં આવે છે. તેની કમાણી મહિને લાખો રૂપિયા હોય છે. તેમને દરરોજ હોટેલમાં અલગ-અલગ પલંગ પર સૂવું પડે છે અને કહેવું પડે છે કે તેમની પથારી આરામદાયક છે કે નહીં.
દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં આનાથી પણ વધુ વિચિત્ર નોકરીઓ ઓફર કરવામાં આવે છે. અહીં અંતિમ સંસ્કાર દરમિયાન લોકો રડવા માટે ઉપલબ્ધ નથી તેથી વ્યાવસાયિકો આ કામ કરે છે.
આ માટે તેમને યોગ્ય પગાર આપવામાં આવે છે. તેમનું કામ માત્ર અંતિમ સંસ્કાર વખતે રડવાનું છે. જો તમે બોલીવુડની હિન્દી ફિલ્મ રુદાલી જોઈ હશે તો તમે આ કામને સારી રીતે સમજી શકશો. આમાં ડિમ્પલ કાપડિયા શોક સમારંભમાં જાય છે અને રડે છે.
આ સિવાય અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં એક વિચિત્ર નોકરી ઉપલબ્ધ છે. અહીં ઘરે રાખવામાં આવેલા પ્રાણીઓના ખોરાકનો સ્વાદ લેવા માટે વ્યાવસાયિકોને રાખવામાં આવે છે. તેઓ કહે છે કે કૂતરા કે બિલાડીને આ ખોરાક ગમશે કે નહીં.
જ્યારે પણ પાલતુ પ્રાણીઓ માટે બિસ્કિટ, તૈયાર માંસ વગેરે જેવી નવી ખાદ્ય ચીજો બનાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ ચાખવાની જવાબદારી તેની હોય છે. જો તેઓ તેને ખરાબ જાહેર કરે તો તેને બજારમાં લોન્ચ નથી કરાતું.
ન્યુ યોર્ક, ટોક્યો અને બેઇજિંગ જેવા શહેરોમાં મુસાફરોને મેટ્રો અને ટ્રેનની અંદર ધકેલવા માટે પુશર તૈનાત કરાય છે. તેમનું કામ ટ્રેન ઉભી રહે ત્યારે લોકોને અંદર ધકેલવાનું છે. જેથી દરવાજા બંધ કરી શકાય. આવુ ઘણા ભીડ વાળા સ્ટેશનો પર કરવામાં આવે છે.
હવે જે નોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે કમજોર હદયના લોકો માટે નથી. આ લોકોનું કામ સાપમાંથી ઝેર કાઢવાનું છે. આ ઝેરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે થાય છે. આ પ્રક્રિયા માટે ઘણી કાળજી લેવામાં આવે છે પરંતુ ભૂલથી પણ જો કોઈના મોંમાં ઝેર ગયુ તો જીવ પણ જઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
