Raksha Bandhan 2023: એક એવુ ગામ, જ્યાં સદીઓથી ભાઈઓને રક્ષાબંધન પર નથી બંધાતી રાખડી
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો દિવસ એવો હોય છે જ્યારે દરેક ભાઈ ગર્વથી પોતાના હાથ પર બહેનની બાંધેલી રાખડી બધાને બતાવે છે. આ દિવસે ભાગ્યે જ કોઈ બાળક, વૃદ્ધ કે યુવાન હશે જેણે પોતાના કાંડા પર રાખડી ન બાંધી હોય. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનનો તહેવાર હમણાંથી નહિ પરંતુ છેલ્લી ઘણી સદીઓથી ઉજવવામાં આવતો નથી.
રક્ષાબંધનના દિવસે આ ગામના દરેક ભાઈના કાંડા ખાલી હોય છે. આવું જ એક ગામ રાજસ્થાનમાં પણ છે. રસપ્રદ વાત એ છે કે બંને ગામોમાં રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય એક જ વ્યક્તિના કારણે લેવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગભગ 30 કિમી દૂર મુરાદનગરમાં સુરાના ગામ આવેલું છે. આ ગામના લોકો ક્યારેય રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. આ દિવસને અહીં 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે 12મી સદીથી આ ગામમાં કોઈ પણ રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતું. ગ્રામજનોનું માનવું છે કે રક્ષાબંધનનો દિવસ આ ગામ માટે શ્રાપ છે. એટલા માટે જ્યારે પણ આ ગામમાં કોઈ પણ રક્ષાબંધન મનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસ ઊભી થાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સુરાણા ગામ 11મી સદીમાં સોનગઢ તરીકે જાણીતું હતું. તે સમયે આ ગામમાં લગભગ 20 હજાર લોકો રહેતા હતા. એવું કહેવાય છે કે આ ગામમાં સેંકડો વર્ષ પહેલાં રાજસ્થાનથી આવેલા પૃથ્વીરાજ ચૌહાણના વંશજ સોન સિંહે હિંડન નદીના કિનારે પોતાનું નિવાસસ્થાન સ્થાપ્યું હતું. જ્યારે મોહમ્મદ ઘોરીને આ વાતની ખબર પડી ત્યારે તેણે આ ગામ પર હુમલો કર્યો અને આખા ગામના લોકોને હાથીના પગ નીચે કચડી નાખ્યા. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. તેથી જ ત્યારથી આ ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી.
રાજસ્થાનના આ ગામમાં પણ નથી ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર
રાજસ્થાનના પાલી ગામના લોકો જે પાલીવાલ નામે ઓળખાતાલોકો પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. સ્થાનિક લોકોના મતે તેનું કારણ પણ મોહમ્મદ ઘોરી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વર્ષ 1230માં જ્યારે મોહમ્મદ ઘોરીનો આતંક ચારે તરફ ફેલાઈ ગયો હતો ત્યારે સલીમ સિંહને કન્નૌજથી બોલાવવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી, તેની ઉશ્કેરણી પર, મોહમ્મદ ઘોરીએ આ ગામ પર હુમલો કર્યો અને એક મોટો નરસંહાર કર્યો.
એવું કહેવાય છે કે તેણે ગામમાં એટલા બધા લોકોને માર્યા કે ગામની બહાર 4 મણ જનોઈ પડેલા મળી આવ્યા. આ પછી પાલીવાલ લોકો મારવાડ છોડીને દેશના વિવિધ ભાગોમાં ગયા. આ પછી, પાલીવાલ જ્યાં પણ રહે છે, તેઓ રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. કહેવાય છે કે આ ગામમાં છેલ્લા 800 વર્ષથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
