Parenting Tips : બાળકો સાથે આ રીતે કરો ડીલ, થઇ જશે આજ્ઞાકારી
Parenting Tips : બાળકોનો ઉછેર કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આવા સમયે આપણે હંમેશા સકારાત્મક વલણ અપનાવવાની જરૂરત છે. આ સાથે હંમેશા તેમને પ્રોત્સાહિત કરતા રહેવાની જરૂર છે.
Parenting Tips : બાળકોનો ઉછેર કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આવા સમયે આપણે હંમેશા સકારાત્મક વલણ અપનાવવાની જરૂરત છે. આ સાથે હંમેશા તેમને પ્રોત્સાહિત કરતા રહેવાની જરૂર છે. જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ વધારશે અને તેઓ એક સફળ માણસ બનાવશે. તો આજે જાણીએ કે તમે તમારા બાળકને એવી કઇ વાતો છે જે ન કહેવી જોઇએ. આ સાથે શું કહેવું જોઇએ એ પણ આજે અમે તમને જણાવી રહ્યા છે.

ખોટી વાતે ઉત્તેજના ન આપો
જો તમે બાળકોના ખોટા વખાણ કે ખોટી વાતે ઉત્તેજના આપો છો, તો તે બાળકો માટે નુકસાનકારક બની શકે છે. પ્રામાણિકતા અને સત્યતા સાથે આપેલી પ્રશંસા જ તેમને યોગ્ય વસ્તુનું પુનરાવર્તન કરવા પ્રેરે છે. જો તમે તેને દુઃખ ન પહોંચાડવા માટે અથવા બાળકને દુઃખી થવાથી બચાવવા માટે તેના ખોટા વખાણ કરો છો, તો તેની બાળક પર ખરાબ અસર પડે છે. બાળકના વખાણ કરતી વખતે ધ્યાન રાખો કે, તે વધારે ન થઇ જાય. તેમને પ્રોત્સાહિત કરવા માટે એક સરળ પ્રશંસા પૂરતી છે.
જો તમે બાળકના અતિશયોક્તિપૂર્વક વખાણ કરો છો, તો તેનાથી બાળકમાં ઘણો આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે તે વિચારશે કે, તેની મહેનત પૂરતી હશે અને તે વધારે મહેનત કરવાનું ટાળશે.
તેના પ્રયત્નોની પ્રશંસા કરો
જો પરિણામ તમારા બાળકની તરફેણમાં ન હોય તો પણ, તેના પ્રયત્નોની પ્રશંસા કરો અને તેને ભવિષ્યમાં વધુ સારું કરવા માટે જણાવો. તેનાથી તમારૂ બાળક પ્રેરિત થશે અને તેના અભ્યાસથી લઈને દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે.
બાળકોની ક્યારેય અન્ય બાળકો સાથે સરખામણી ન કરો. સરખામણી એક એવો શબ્દ છે, જે બાળકોને ભાવનાત્મક રીતે નબળા બનાવે છે. દરેક બાળક પોતાનામાં જ ખાસ હોય છે. તેથી બાળકની તુલના તમારા પોતાના કે અન્ય કોઈના બાળક સાથે ક્યારેય ન કરો.
આ બાબતો ધ્યાનમાં રાખો
- બાળકોને નાનપણથી જ ઉછેરવા જોઈએ, તો જ બાળક વધુ સારી રીતે શીખે છે અને સમજે છે
- બાળકની સામે ક્યારેય અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીં અથવા તેમને મારશો નહીં
- બાળકોને નાનપણથી જ પ્રકૃતિને પ્રેમ કરતા શીખવો. આ બધી વસ્તુઓ, છોડ, ફૂલો, પ્રાણીઓ વિશે કહો. જેના કારણે તેનો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધશે.
- બાળકની જિજ્ઞાસાને ઉકેલો, તેમના દરેક પ્રશ્નનો જવાબ આપો
- બાળકને ક્યારેય કોઈ અદ્રશ્ય કે રહસ્યમય વસ્તુ કે ભૂત પ્રેતની વાતોથી ડરાવશો નહીં
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
