ભારતમાં બાઈક અકસ્માતથી અધધ આટલા લોકો મરે છે, આ રાજ્યમાં આંકડો સૌથી વધારે
ભારત જેવા રાજ્યોમાં રોડ અકસ્માત છે. આ જ કારણ છે કે ભારતમાં અકસ્માતમાં મરનારા લોકોની સંખ્યા લાખોમાં છે. એમાં પણ બાઈક અકસ્માત મોટનું સૌથી મોટુ કારણ બને છે.
ભારક સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા અહેવાલમાં ચૌકાવનારા આંકડા જોવા મળ્યા છે. આ અહેવાલ મુજબ, 2022માં ભારતમાં 4,61,312 માર્ગ અકસ્માત થયા અને 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા.

આ અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં 4,43,366 લોકો ઘાયલ થયા હતા. ચૌકાવનારી બાબત એ છે કે અકસ્માતોમાં 11.9 ટકા અને મૃત્યુ દરમાં 9.4 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. 2022માં ઘાયલ થયેલા લોકોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 15.3 ટકાનો વધારો થયો છે.
આ અહેવાલમાં ખુલાસો થયો છે કે, ગયા વર્ષની સરખામણીમાં અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુમાં 9.4 ટકા અને ઇજાઓમાં 15.3 ટકાનો વધારો થયો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અહેવાલ મુજબ, 2022 દરમિયાન દેશમાં કુલ 4,61,312 અકસ્માતો નોંધાયા છે, જેમાંથી 1,51,997 એટલે કે 32.9 ટકા એક્સપ્રેસ વે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થયા છે. 1,06,682 એટલે કે 23.1 રાજ્ય ધોરીમાર્ગો પર નોંધાયા અને બાકીના 2,02,633 એટલે કે 43.9 ટકા અન્ય રસ્તાઓ પર નોંધાયા છે.
2022 નાં આંકડા અનુસાર, કુલ 1,68,491 મોતમાંથી 61,038 એટલે કે 36.2 ટકા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, 41,012 એટલે કે 24.3 ટકા રાજ્ય ધોરીમાર્ગો પર અને 66,441 એટલે કે 39.4 ટકા અન્ય માર્ગો પર નોંધાયા છે.
આ મોતમાં મોટી સંખ્યામાં યુવાનો ઘાયલ થયા છે. આંકડા અનુસાર, 2022 દરમિયાન, 66.5 ટકા પીડિતો 18 થી 45 વર્ષની વય જૂથના યુવાનો હતા. 18 થી 60 વર્ષના કાર્યકારી વય જૂથના લોકો કુલ માર્ગ અકસ્માત મૃત્યુમાં 83.4 ટકા હિસ્સો ધરાવે છે. એકલા બાઇક અકસ્માતોની વાત કરીએ તો આ આંકડો 72,000ની આસપાસ છે, જે દરરોજ 200થી વધુ છે.
આ આંકડામાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે, લગભગ 68 ટકા અકસ્માત મોત ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં દેશમાં કુલ અકસ્માત મૃત્યુના 32 ટકા મોત નોંધાયા છે.
આ અહેવાલ અનુસાર, સતત બીજા વર્ષે માર્ગ અકસ્માતમાં સામેલ વાહનોની શ્રેણીઓમાં 2022 દરમિયાન કુલ અકસ્માતો અને મૃત્યુમાં ટુ-વ્હીલર્સનો હિસ્સો સૌથી વધુ હતો. કાર, જીપ અને ટેક્સી સહિતના હળવા વાહનો બીજા સ્થાને છે.
આ અહેવાલ અનુસાર, માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. માર્ગ અકસ્માતોમાં 22,595 એટલે કે 13.4 ટકા મોત સાથે ઉત્તર પ્રદેશ ટોચ પર છે, ત્યારબાદ તમિલનાડુ 17,884 એટલે કે 10.6 ટકા સાથે બીજા સ્થાને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
