ભારત સિવાય આ દેશોમાં પણ દિવાળીની ધામધુમથી ઉજવણી થાય છે, જુઓ પુરૂ લિસ્ટ
ભારતમાં હાલ દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ભારતમાં જ નહીં દુનિયાના ઘણા દેશોમાં દિવાળીની ધામધુમથી ઉજવણી થાય છે.
ભારતની જેમ પાડોશી દેશ શ્રીલંકામાં પણ દિવાળીની ઘરમાં માટીના દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આ છે. આ પરંપરા પાછળ કોઈ કહાની તો નથી પરંતુ અહીં પણ પહેલા દીવા પ્રગટાવવામાં આવે છે. આ પછી બધા સાથે મળીને ભોજન કરે છે.

દક્ષિણ એશિયામાં ચીન અને તાઈવાનમાં દિવાળીની જેમ રોશનીનો તહેવાર ઉજવવામાં આવે છે, અહીં તે લૈટર્ન ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દીવાને બદલે તુક્કલ હવામાં ઉડતા જોવા મળે છે. કહેવાય છે કે શરૂઆતના સમયમાં આકાશમાં ઉડતા તુક્કલને શહેરની સુરક્ષાની નિશાની માનવામાં આવતી હતી. પાછળથી આ પરંપરા તહેવાર બની ગઈ.
મલેશિયામાં દિવાળીને હરી દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અહીં લોકો તેલ અને પાણીથી સ્નાન કરે છે અને પછી દેવી-દેવતાઓની પૂજા કરે છે. ભારતની જેમ આ દેશમાં પણ દિવાળી મેળાઓનું આયોજન કરવામાં આવે છે.
થાઈલેન્ડમાં ઉજવાતા દિવાળી જેવા તહેવારને ક્રિઓંધ કહેવામાં આવે છે. આ દિવસે કેળાના પાનમાંથી સુંદર દીવા બનાવવામાં આવે છે અને તેમાં ધૂપ મૂકીને પ્રગટાવવામાં આવે છે. આ દીવાઓને કેટલાક પૈસા સાથે નદીમાં વહેવડાવી દેવામાં આવે છે. નદીમાં દીવા પ્રગટાવવાનો આ તહેવાર ખૂબ જ સુંદર નજારો સર્જે છે.
કેનેડામાં દર વર્ષે 5 નવેમ્બરે દિવાળી ઉજવાય છે. ભારતની જેમ ત્યાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને ન્યુફાઉન્ડ લેન્ડમાં ઉજવવામાં આવે છે.
ફ્રાન્સમાં દર વર્ષે 8 ડિસેમ્બરે પ્રકાશનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઈસુ ખ્રિસ્તની માતા મેરીનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. લોકો 4 દિવસ સુધી તેમના ઘરની સામે મીણબત્તીઓ પ્રગટાવે છે.
હનુક્કાહની યહૂદી લોકો ઉજવણી કરે છે. આ પણ દિવાળી જેવો પ્રકાશનો તહેવાર છે. આમાં 8 દિવસ અને રાત સુધી મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. આ તહેવાર નવેમ્બરના અંતથી ડિસેમ્બર સુધી ચાલે છે. તહેવાર 8 મીણબત્તીઓ સાથે શરૂ થાય છે અને મીણબત્તીઓની સંખ્યા જેમ જેમ દિવસ આગળ વધે તેમ વધતી રહે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
