સેબીએ ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા
મુંબઇ, 20 નવેમ્બર : ઇનસાઇડર ટ્રેડિંગને અંકુશમાં રાખવા સેબીએ તેના નિયમો વધુ કડક બનાવ્યા છે. આ ઉપરાંત નાના રોકાણકારો માટે કંપનીઓની ડિલિસ્ટિંગની પ્રક્રિયામાં ભાગ લેવાનું વધારે સરળ બનાવ્યું છે. ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ભાગરૂપે નિયમનકારે લિસ્ટેડ કંપનીઓના ડિરેક્ટરો અને ચાવીરૂપ મેનેજમેન્ટ કર્મચારીઓને કંપનીના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
હવેથી આરોપી પર એ સાબિત કરવાની જવાબદારી રહેશે કે તેની પાસે પ્રકાશિત ન થયેલી ભાવ સંવેદનશીલ માહિતી ન હતી. નવા ડિલિસ્ટિંગ નિયમો મુજબ રોકાણકારો શેરબજારોને શેરો સુપરત કરવા સમર્થ બનશે. તેનાથી તેમના કરવેરાના ખર્ચમાં ઘટાડો થશે. રેગ્યુલેટરે ડિલિસ્ટિંગની પ્રક્રિયાનો સમયગાળો પણ 137 કેલેન્ડર દિવસથી ઘટાડીને 76 કામકાજના દિવસનો કર્યો છે.

આ ઉપરાંત લિસ્ટિંગ પ્રક્રિયા માટે નવા નિયમો ઘડ્યા છે. સેબીએ આ સહિત વિવિધ દરખાસ્તોને બુધવારે મંજૂરી આપી હતી. રેગ્યુલેટરે બે દાયકા જૂના ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવી તેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી સાથે જોડ્યા છે. ઇન્સાઇડર ટ્રેડિંગના હાલના નિયમો મુજબ વ્યક્તિ ઇન્સાઇડર હતી કે નહીં અને તે ઇન્સાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલી છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી નિયમનકારની છે. પણ હવે આરોપીએ પોતે નિર્દોષ છે તે સાબિત કરવું પડશે.
રેગ્યુલેટરે કંપની સાથે કરારબદ્ધ, લાભાન્વિત અને નોકરી કરનારનો પણ સમાવેશ કરીને 'ઇન્સાઇડર'ની વ્યાખ્યા વિસ્તારી છે, જેના લીધે તેના માટે જાહેર ન થયેલી ભાવસંવેદી માહિતી સુધી પહોંચવું શક્ય હોય છે.
આ ઉપરાંત તેણે ડિરેક્ટરો અને કર્મચારીઓને પણ આવરી લીધા છે, જેની પાસે આ પ્રકારની માહિતી હોય છે. કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટર જેવા ઇન્સાઇડરોએ તેમના ફ્યુચર ટ્રેડિંગ પ્લાનની શેરબજારોને આગોતરી જાણકારી આપવાની રહેશે અને ટ્રેડ પણ ચુસ્તપણે તે પ્લાન મુજબ જ થવો જોઈએ એમ સેબીની યાદીમાં જણાવાયું હતું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
