New FD Scheme: SBI એ શરૂ કરી અમૃત વૃષ્ટિ યોજના, મળશે 7.75 ટકા સુધીનું રિટર્ન
New FD Scheme: ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અમૃત દ્રષ્ટિ નામની નવી ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ યોજના એવા રોકાણકારો માટે સારી છે, જેઓ તેમની બચત પર નિશ્ચિત વળતર ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના 15 જુલાઈ, 2024 થી અમલમાં આવી છે. આ અંતર્ગત રોકાણકારોને 444 દિવસના રોકાણ પર 7.25 ટકા વાર્ષિક વ્યાજ મળી શકે છે.
વરિષ્ઠ નાગરિકો માટે 7.75 ટકા વાર્ષિક વ્યાજ - આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે. એટલે કે વરિષ્ઠ નાગરિકોને આ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વાર્ષિક 7.75 ટકા વ્યાજ મળશે.
તમે આ રીતે રોકાણ કરી શકો છો - અમૃત વૃષ્ટિ યોજના 31 માર્ચ, 2025 સુધી રોકાણ માટે ઉપલબ્ધ છે. તમે SBIની કોઈપણ શાખાની મુલાકાત લઈને અથવા YONO SBI અને Yono Lite (મોબાઈલ બેંકિંગ એપ) અને SBI ઈન્ટરનેટ બેંકિંગ (INB) દ્વારા આ યોજનામાં રોકાણ કરી શકો છો.

SBIના ચેરમેન દિનેશ ખારાએ સ્કીમના લોન્ચિંગ પર જણાવ્યું હતું કે, મને અમારા ગ્રાહકોની વિવિધ શ્રેણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે રચાયેલ ટર્મ ડિપોઝિટ સ્કીમનું નવું વર્ઝન અમૃત દ્રષ્ટિ લોન્ચ કરવામાં આનંદ થાય છે. આ યોજનામાં રોકાણ કરવાથી ગ્રાહકોને તેમના નાણાં વધારવામાં મદદ મળશે.
મેચ્યોરિટી પહેલા FD ના પૈસા ઉપાડવા પર શુલ્ક વસૂલવામાં આવશે - ઉલ્લેખનીય છે કે, જો 5 લાખ રૂપિયા સુધીની FD ના પૈસા સમય પહેલા એટલે કે પાકતી મુદત પહેલા ઉપાડી લેવામાં આવે તો 0.50 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આવા સમયે, રોકાણકારોએ 5 લાખથી 3 કરોડ રૂપિયાની FD પર 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે.
SBIની અમૃત કલશ યોજના છે શાનદાર - SBIની વિશેષ FD સ્કીમ અમૃત કલશ પણ રોકાણકારો માટે સારો વિકલ્પ છે. બેંકે એપ્રિલ 2024માં આ યોજનાને ફરીથી શરૂ કરી હતી.
આ વિશેષ FD 30 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ માટે ઉપલબ્ધ છે. બેંકની વેબસાઇટ અનુસાર, આ સ્કીમ 400 દિવસ માટે છે, જેમાં વાર્ષિક 7.10 ટકાના દરે વ્યાજ મળે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
